તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ કરવા માંગ:રોડ સાઇડના હોલ ઉપર માટી, રેતી, કાંકરી ભરાઇ

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીનો નિકાલ અટકશે, સફાઇ કરવા માંગ

રોડ સાઇડના હોલ(કાણા)માં માટી, રેતી, કાકરી ભરાઇ જતા વરસાદી પાણીનો નિકાલ અટકી જશે. ત્યારે આ મામલે સફાઇ કરાવવા રજૂઆત કરાઇ છે.

આ અંગે પ્રદેશ બીજેપી બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે. કે. ચાવડાએ મનપાના કમિશ્નર રાજેશ તન્નાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 11માં આવેલ ઝાંસીની રાણીના પુતળા પાસેથી લઇને મોતીબાગ સુધીના રોડની સાઇડમાં હોલ (કાણાં)રાખવામાં આવ્યા છે જેથી વરસાદી પાણીનો સત્વરે નિકાલ થઇ શકે. જોકે, હાલ બહુમાળી બિલ્ડીંગની બાજુમાં, બગીચાની બાજુમાં, લાલબાગની દિવાલમાંથી વરસાદી પાણીના નિકાલ માટે રખાયેલા હોલમાં માટી, રેતી, કાંકરી, ધૂળ વગેરે ભરાઇ ગયેલ છે. પરિણામે હોલ બૂરાઇ જતા વરસાદી પાણીનો નિકાલ અટકી જતા આ વિસ્તારમાં તળાવડા રચાશે. જ્યારે રોડ પરના બ્લોકમાં પણ માટી હોય પાણી નિકાલ અટકશે અને કાદવ કિચડ થશે. ત્યારે સત્વરે સફાઇ કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...