તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓ મુશ્કેલીમાં:લીંબડા ચોકથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો સાવ બિસ્માર

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂર્ગભ ગટરની કામગીરી માટે ખોદાણ કર્યું હતું
  • રસ્તો રીપેર ન થતા 70 થી વધુ વેપારીને હાલાકી

જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી લીંબડા ચોક સુધીનો રસ્તો સાવ બિસ્માર હોય વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, 1 મહિના પહેલા ભૂગર્ભ ગટરની કામગીરી માટે રસ્તામાં ખોદકામ કરવામાં આવ્યું હતું. બાદમાં હજુ સુધી રસ્તો રિપેર થયો નથી. મનપામાં અનેક વખત રજૂઆત કર્યા બાદ કોન્ટ્રાક્ટર માત્ર કાંકરી અને સિમેન્ટ પાથરીને જતા રહ્યા છે.

પરિણામે વાહન પસાર થતા છેલ્લા 6 દિવસથી રસ્તા પરની સિમેન્ટ ઉડીને વેપારીઓની દુકાનમાં આવે છે. દુકાન ખોલો ત્યાં માત્ર 10 મિનીટમાં દુકાન સિમેન્ટથી ભરાઇ જાય છે. દુકાનમાં રહેલો સામાન પણ બગડી જાય છે. પરિણામે આ વિસ્તારના 70થી વધુ વેપારીઓને વેપાર ધંધો કરવામાં પણ મુશ્કેલી પડે છે. ત્યારે મનપા તંત્ર આ રોડને સત્વરે રિપેર કરાવે તેવી વેપારીઓની માંગ છે.

ચોમાસા પહેલા રિપેર કરો
વેપારીઓએ જણાવ્યું હતું કે, નજીકના દિવસોમાં જ ચોમાસું આવશે. ત્યારે ચોમાસું બેસી જશે તો પછી કામ નહિ થાય જેથી વેપારીઓની મુશ્કેલી વધી જશે. ત્યારે ચોમાસા પહેલા કામ શરૂ કરાવી અને પુરૂં કરાવે તે જરૂરી છે. જો ચોમાસા પહેલા કામ નહિ થાય તો પછી દિવાળી સુધી ખરાબ રસ્તાથી વેપારીઓને પરેશાન થવું પડશે.

રજૂઆત બાદ માત્ર પાણી છાંટી જાય છે
રસ્તા પર કાંકરી અને સિમેન્ટ નાંખ્યા બાદ કામ ન થતા સિમેન્ટ આખો દિવસ ઉડતા વેપારીની દુુકાન ભરાઇ જાય છે. આ અંગે મનપામાં રજૂઆત કર્યા બાદ માત્ર પાણી છંટકાવ કરાય છેે. જોકે, પાણી કલાકોમાં સુકાઇ જતા સમસ્યા જૈસે થે રહે છે.

મનપા માત્ર આશ્વાસન આપે છે
ભૂગર્ભ ગટર માટે ખોદ્યા બાદ રસ્તો રિપેર થયો નથી. આ અંગે મનપામાં રજૂઆત કરતા કામ ચાલુ થઇ જશે તેવું માત્ર આશ્વાસન જ મળે છે. કામ ચાલુ થતું નથી.

અન્ય સમાચારો પણ છે...