તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખુંટિયો આડો ઉતરતાં રીક્ષા પલ્ટી, પ્રૌઢનું મોત નિપજ્યું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં એક ખુંટિયો આડો ઉતરતાં છકડો રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં રીક્ષા ત્યાંથી પસાર થતા સાઇકલ સવાર પ્રૌઢ પર પડતાં તેનુ મોત નિપજ્યું હતું.

જૂનાગઢના કસ્તુરબા ચોક મુરલીધર વાડી પાસે ગઇકાલ તા. 15 ના રોજ સવારે 9:30 વાગ્યાના અરસામાં કેશુભાઇ નામના પ્રૌઢ પોતાની સાઇકલ પર પસાર થઇ રહ્યા હતા. એ વખતે બાજુમાંથી પસાર થતી છકડો રીક્ષા આડે ખુંટિયો ઉતરતાં છકડો ચાલકે અચાનકજ બ્રેક મારી હતી. આથી છકડો પલ્ટી ખાઇ ગયો હતો. અને સીધો જ કેશુભાઇ પર પડતાં કેશુભાઇનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભત્રીજા મહેન્દ્રભાઇ વાસણે રીક્ષા ચાલક સામે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...