સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયાસ:ડોળાસાનાં નિવૃત્ત શિક્ષકે 1 હજારથી વધુ આધ્યાત્મિક પુસ્તકોનું નિશુલ્ક વિતરણ કર્યું

ડોળાસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય સંસ્કૃતિને જાળવવા માટેનો છેલ્લા ત્રણ વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે

હાલના ટીવીના આંધળા અનુકરણથી વાંચનનો ભોગ લેવાયો છે. ત્યારે ડોળાસા ગામના નિવૃત્ત શિક્ષક ભગવાનભાઈ જાદવે વાંચનનો શોખ તો જીવંત રાખ્યો છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા પોતાના ખર્ચે ભાગવત ગીતા સહિત અન્ય આધ્યાત્મિક પુસ્તકોનું નિશુલ્ક વિતરણ કર્યું હતું.

વધુમાં ભગવાનભાઈએ કહ્યું હતું કે, મને ટીવી સામે બેસવું ગમતુ જ નથી. તેમજ ભાગવત ગીતા, રામાયણ સહિતનાં પુસ્તકોનો સંગ્રહાલય તેઓએ ઉભો કર્યો છે. અને છેલ્લા ત્રણ વર્ષથી ડોળાસા ગામમાં સમુહ લગ્ન હોય કે, સામુહિક સન્માન સમારોહ તેઓ ભાગવત ગીતા, સુર્ય સાધના, ક્રાંતિધર્મી ગીતા જેવા આધ્યાત્મિક પુસ્તકો સ્વખર્ચે ખરીદી નિશુલ્ક વિતરણ કરી આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયાસ સતત કરતા રહે છે. તેમજ શુભ પ્રસંગોમાં પણ ભાગવત ગીતા જ આપે છે. તેમના દ્વારા એક હજારથી પણ વધુ પુસ્તકોનું વિતરણ કરાયું છે. અને લોકોને આ પુસ્તકોનું વારંવાર વાંચન કરવા અપીલ પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...