તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જૂનાગઢને સ્વચ્છ રાખવાની જવાબદારી મહિલાઓને સોંપાઇ

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારા 45 વર્ષના સમયગાળામાં સૌપ્રથમ વખત એકીસાથે 300 મહિલાઓને રોજગારીની સવલત અપાઇ: મેયર
  • 30 સ્વસહાય જૂથની 300 મહિલા કરશે 1 થી 15 વોર્ડમાં સફાઇ, હવે 20 જૂથની વધુ 200 મહિલાઓને રોજગારીની તક અપાશે

જૂનાગઢ મહાનગરપાલિકાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલમાં મળેલ બેઠકમાં 30 સ્વસહાય જૂથની 300 મહિલાઓને રોજગારીની તક અપાઇ છે. આ તકે ઉપસ્થિત મનપાના અધિકારી, પદાધિકારીઓના હસ્તે સ્વસહાય જૂથની 30 સંસ્થાની બહેનોને ઓર્ડર અપાયા હતા. આમ, સ્વસહાય જૂથની વાલ્મિકી સમાજની 300 બહેનો વોર્ડ નંબર 1 થી 15માં સફાઇની કામગીરી કરશે. એટલું જ નહિ નજીકના ભવિષ્યમાં 20 સ્વસહાય જૂથની વધુ 200 મહિલાઓને પણ સફાઇની કામગીરી સોંપવામાં આવશે. આમ, જૂનાગઢને સ્વચ્છ રાખવાની જવાબદારી હવે સ્ત્રીઓ પર આવી ગઇ છે.

આ રીતે વાલ્મિકી સમાજની કુલ 500 બહેનોને કોરોનાના કપરા કાળમાં પણ રોજગારી તક મળશે. ત્યારે યોગ્ય રીતે સફાઇ કરવા પણ અનુરોધ કરાયો હતો. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશ્નર તુષાર સુમેરા તેમજ મનાપાના અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતી રહી હતી. દરમિયાન મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં હું 45 વર્ષથી રહું છું. મારા 45 વર્ષના સમયગાળામાં પ્રથમ વખત એકીસાથે 300 મહિલાઓને રોજગારીની તક મળી છે. ત્યારે પૂરી નિષ્ઠાથી કામ કરજો. લોકોની ફરિયાદ ન આવે તે રીતે કામ કરજો. 1 વર્ષની કામગીરીનો ઓર્ડર છે જેમાં માસિક 7,100 વેતન આપવામાં આવશે.

જો સારૂ કામ નહિ હોય તો રજા પણ આપી દેવાશે. લોકોને આપના તરફ અપેક્ષા છે કે, હવે શહેરમાં સારી સફાઇ થશે. ત્યારે લોકોની અપેક્ષામાં ઉણા ન ઉતરતા બલ્કે અપેક્ષા કરતા સવાયું કામ કરજો. શરૂઆતમાં વાલ્મિકી સમાજના 7 સ્વસહાય જૂથના 70 મહિલાઓની વાત હતી. પછી 15 સ્વસહાય જૂથના 150 મહિલાઓ અને છેલ્લે 30 સ્વસહાય જૂથના 300 મહિલાઓને રોજગારી આપી છે.

કચરામાંથી ખાતર બનાવવાની તાલીમ અપાશે
કચરામાંથી ખાતર કઇ રીતે બનાવવું તેની પણ તાલીમ અપાશે. આ તાલીમ બાદ બનેલા ખાતરનું જે વેંચાણ થશે તેમાંથી થતી આવકમાં 60 ટકા રકમ તમારી રહેશે અને 40 ટકા રકમ કોર્પોરેશનની રહેશે.

કામ નહિ કરો તો મશીનો આવશે
અમારા માટે ગર્વની વાત છે કે, મહિલાઓને રોજગારી આપી. જ્યારે તમારા માટે ગર્વની વાત છે કે,કોરોનાના કાળમાં પણ રોજગારી મળી રહી છે. સફાઇ બાબતે લોકોના સંતોષમાં વધારો થાય તે જરૂરી છે. અનેક જગ્યાએ કચરાની સફાઇ માટે પણ મશીનો આવી ગયા છે. જો કામ નહિ કરો તો મશીનો આવશે.

સફાઇમાં 50 મો નંબર લાવવાનો ટાર્ગેટ
ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢનો નંબર 111 મો હતો. હવે તેમાં સુધારો કરી 50ની અંદર સુધી લઇ જવાનું મિશન છે. માટે બહેનો યોગ્ય રીતે સફાઇ કરી આ મિશન પાર પાડવામાં સહયોગ કરે.

રવિવાર અથવા ગુરૂવારે સફાઇ અભિયાન
વાલ્મિકી સમાજની 300 બહેનોને રોજગારી મળી છે ત્યારે ખંતથી કામ કરીશું જેથી સફાઇ બાબતે ફરિયાદ નહિ રહે. સ્વચ્છતા સર્વેક્ષણમાં 111થી 50માં નંબર લાવવામાં તનતોડ મહેનત કરીશું. જ્યારે રવિવારે અથવા ગુરૂવારે માનદ સેવાના ભાવરૂપે સફાઇ અભિયાન પણ કરીશું. - વિજયભાઇ વાળા, સફાઇ કામદાર યુનિયન પ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...