તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસ્થિ વિસર્જન:તાલાલાના આંકોલવાડીગીર ગામથી 157 મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જન કરાશે

તાલાલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સામાજીક સેવક ખોળીદાસભાઈ કરશનભાઈ જોટગીયા - Divya Bhaskar
સામાજીક સેવક ખોળીદાસભાઈ કરશનભાઈ જોટગીયા
  • સોમવારે શ્રી કૈલાશધામમાં જાનકી મહીલા મંડળ દ્વારા કથા યોજાશે ત્યારબાદ તમામ અસ્થિકુંભોનું પૂજન કરી હરિદ્વાર લઈ જવાશે

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના આંકોલવાડી ગામે છેલ્લા બાર વર્ષથી શરુ થયેલ પરંપરા પ્રમાણે ગામના સામાજીક લોક સેવક ખોળીદાસભાઈ કરશનભાઈ જોટગીયા સ્વખર્ચે તેરમાં વર્ષે પણ વર્ષ દરમ્યાન ગામમાં મૃત્યુ પામેલ તમામ સમાજના મૃતકોના અસ્થિ હરિદ્વાર ખાતે લઈ જઈ ત્યાં સપુર્ણ શાસ્ત્રોકત ધાર્મિક વિધી સાથે પૂજન કરી સંતોને સમુહ ભોજન કરાવી તમામ અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરાવશે.

આંકોલવાડી ગીર ગામના શ્રી કૈલાશ મુકિત ધામ ખાતે ગામના વિવિધ સમાજના મૃત્યુ પામેલ 110 લોકોના અંતિમ સંસ્કારવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત આજુબાજુના ગામોમાં મૃત્યુ પામેલ 47 લોકોના અંતિમ સંસ્કાર માટે આંકોલવાડી ગીર મુકતીધામમાં આવેલ આ તમામ 157 મૃતકોના અસ્થિ અલગ-અલગ કુંભોમાં રાખવામાં આવ્યા હતા.

તા.6/9/21 સોમવારે સવારે ગામના જાનકી મહીલા મંડળ દ્વારા આંકોલવાડી ગીર ગામના શ્રી કૈલાશ મુકતીધામ ખાતે સત્ય નારાયણ ભગવાનની કથા યોજાશે. જેમાં તમામ 157 મૃતકોના અસ્થિકુંભો રાખી શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન કરવામાં આવશે. ત્યાર બાદ સાંજે તમામ અસ્થિ આંકોલવાડી ગીરથી હરિદ્વાર લઈ જવામાં આવશે ત્યાં ગંગા તટે અસ્થિનું સામુહીક પૂજન, સંતોના આર્શિવચન બાદ ગંગામાં વિસર્જન કરવામાં આવશે.

આંકોલવાડી ગીર ગામે છેલ્લા તેર વર્ષથી સ્વખર્ચે માનવ સેવાનું કાર્ય કરતા ખોળીદાસભાઈ જોટગીયા (ગીરનાર) સાથે ભગવાનજીભાઈ રાદડીયા, વિઠલભાઈ મકાણી, શંભુભાઈ તળાવીયા પણ અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જવા રવાના થશે. ગામના તમામ સમાજના મૃતકોના અસ્થિ હરિદ્વાર ખાતે વિધિવત અસ્થિપૂજન કરી વિસર્જન કરવાના સમાજ ઉપયોગી કાર્યક્રમ આયોજનને ગામના તમામ સમાજના લોકોએ આવી લોક સેવક ખોળીદાસભાઈને અભિનંદન આપ્યા હતા.

કોરોના મહામારીના કારણે વિલંબ

આંકોલવાડી ગીર ખાતેથી સામુહીક અસ્થિ પધરાવવા દર વર્ષે હરિદ્વાર જવાનો કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે દોઢ વર્ષ જેવો સમય થતા મૃતકોની સંખ્યામાં કોરોના મહામારીને કારણે વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...