બેદરકાર તંત્ર:જૂનાગઢના વિલીંગ્ડન ડેમની રેલીંગ સાવ જર્જરિત બની

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ અકસ્માત થાય તે પહેલા રિપેર કરવા માંગ

જૂનાગઢના વિલીંગ્ડન ડેમ ઉપરની લોખંડની રેલીંગ કેટલીક જગ્યાએ સાવ જર્જરિત બની ગઇ છે. ત્યારે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા તેને રિપેર કરવાની માંગ ઉઠી છે. આ અંગે મળતી વિગત અનુસાર આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ભરપૂર મેઘ મહેર થતા શહેરનું આકર્ષણ એવો વિલીંગ્ડન ડેમ ભરાઇ ગયો છે. ત્યારે અનેક શહેરીજનો ડેમના સૌદર્યને માણવા ડેમની મુલાકાત લઇ રહ્યા છે. એમાં પણ શનિ અને રવિવારે તો મેળા જેવી ભીડ હોય છે.અનેક લોકો ડેમની ઉપરની સાઇટ પર ટહેલતા જોવા મળે છે.

જોકે, ડેમ ઉપરની લોખંડની રેલીંગ અમુક જગ્યાએ સાવ જર્જરિત થઇ ગઇ છે જેથી અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. ત્યારે કોઇ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આવી જર્જરિત રેલીંગને રિપેર કરવાની લોકોની માંગ છે. કરોડોના ખર્ચે ડેમ પાસે બગીચા તેમજ અન્ય સુવિધા સાથે વિકાસની તો અનેક વર્ષોથી વાતો થાય છે અને લોકોને દિવાસ્વપ્નો બતાવાય છેે. ડેમનું બ્યુટિફિકેશન તો જ્યારે થાય ત્યારે પરંતુ સંભવિત અકસ્માતને ટાળવા હાલ જર્જરિત રેલીંગ રિપેર કરી આપે તો પણ લોકો તંત્રનો આભાર માનશે.

અન્ય સમાચારો પણ છે...