માસ્ક વિતરણ:પોલીસનો હેતુ દંડ ઉઘરાવવાનો નહિ માસ્ક પહેરતા થાય તે છે

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરાવ્યા

હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઇ છે. ત્યારે સંક્રમણથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક ન પહેરવાનો દંડ 1,000 છેે. પરંતુ સામાન્ય લોકો આ દંડની રકમ ભરી ન શકે. ત્યારે જૂનાગઢ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને ફ્રિમાં માસ્ક પહેરાવી સાથે માસ્કનું ફ્રિમાં વિતરણ પણ કર્યું છે.

આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય મજૂરી કરતા લોકોને દંડ ભરવો ન પડે તે માટે ફ્રિમાં માસ્ક વિતરણ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના કરી હતી.

બાદમાં એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવીઝન પીઆઇ એન.આઇ. રાઠોડ, સી ડિવીઝન પીએસઆઇ જે. જે. ગઢવી, તાલુકા પીઆઇ એ.એમ. ગોહિલ સહીતના અધિકારીઓની ટીમે શહેરના રિક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રૂટ તેમજ અન્ય લારી વાળા, ગરીબો, મજૂરો, ફૂટપાથ પર રહેનારાને માસ્ક પહેરાવી, ફ્ર્રિમાં માસ્કનું વિતરણ કર્યું હતું. આ તકે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસનો હેતુ દંડ ઉઘરાવવાનો નહિ, પરંતુ લોકો માસ્ક પહેરતા થાય, દંડ ભરવો ન પડે તેમજ કોરોના સંક્રમણનો ભોગ પણ ન બને તે છે.

અન્ય સમાચારો પણ છે...