ખરીદી:દિવાળી તહેવારને લઇ ડાઇનીંગ ટેબલ, ટીપોઇ, સોફાની ખરીદી વધી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો વુડન ફર્નીચરની ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે

દિવાળી તહેવાર નજીક આવતાની સાથે માણસો દ્વારા અનેક પ્રકારની ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે ગ્રાહકો દ્વારા ફર્નીચરની ખરીદીમાં ડાઇનીંગ ટેબલ, ટીપોઈ, સોફા વગેરે જેવી વસ્તુની ખરીદી વધારે જોવા મળે છે. આમ દિવાળી તહેવાર નજીક આવતા જ ગ્રાહકો દ્વારા ઘરવપરાશ અને નવા મકાનો માટે અનેક પ્રકારના ફર્નીચરની દિવાળી નિમિત્તે ખરીદી કરતા હોય છે. અત્યારે ગ્રાહકો દ્વારા વુર્ડન ફર્નીચરની ખરીદી વધારે કરવામાં આવે છે. એમાં પણ ગ્રાહકો દ્વારા સારી કોલેટીના ફર્નીચરીની ખરીદી કરવામાં આવે છે.

હાલ ફર્નીચરમાં અનેક પ્રકારની અલગ-અલગ ડીંઝાઈન જોવા મળે છે. અથવા તો લોકોની મનપંસદ ડીંઝાઈન મુજબ ફર્નીચર બનાવી પણ આપવામાં આવે છે. કોરોના બે વર્ષના કપરા સમયગાળા બાદ હવે બજારોમાં ખરીદીનો માહોલ ધીરે ધીરે જોવા મળી રહ્યો છે. જેમાં ફર્નીચરની ખરીદીમાં ઈએમઆઇ હપ્તેથી પણ ખરીદી કરી શકતા હોય છે. પણ હપ્તેથી ખરીદી કરવા વાળા માણસો બહુ ઓછા હોય છે. માત્ર 5 થી 10 ટકા વ્યક્તિ જ આ પ્રકારની ખરીદી કરતા હોય છે. બાકી વધારે ખરીદી તો રોકડા પૈસાથી જ થાય છે.

વુર્ડન ફર્નીચરની ખરીદી વધારે કરે છે
અત્યારે લોકો દ્વારા વુર્ડન ફર્નીચરની ખરીદી વધારે કરવામાં આવે છે. વુર્ડન ફર્નીચરમાં માણસોને મનપસંદ વસ્ત પણ મળી જાય છે. અથવા તો બનાવી આપવામાં આવે છે. જો કે દિવાળી તહેવારેને લઇ નવા મકાનોની સજાવટ કરવા માટે પણ ખરીદી કરવામાં આવે છે. - પાર્થભાઇ ત્રાંબડીયા

​​​​​​​સારી ગુણવત્તા ધરાવતી વસ્તુંની ખરીદી વધી છે
હાલ માણસો દ્વારા સારી ગુણવત્તા ધરાવતી વસ્તુની ખરીદીનો આગ્રહ વધારે રાખતા હોય છે. અને અત્યારે માણસો દ્વારા ડાઇનીંગ ટેબલ, ટીપોઈ, ગાર્ડન ઝૂલામાં મોર્ડન ખરીદી કરવાની વધારે પસંદ કરતા હોય છે. અને કોરોના પછી ખરીદીમાં પણ વધારો થયો છે. અને દિવાળી નજીક આવતાની સાથે છેલ્લા બે-ત્રણ દિવસથી માણસો દ્વારા સારી ખરીદી થઇ રહી છે. - ભરતભાઇ ગોધવાણી

​​​​​​​​​​​​​​દરેક વ્યકતી અલગ-અલગ ડીઝાઈનનું ફર્નીચર પસંદ કરે છે
માણસો દ્વાર અત્યારે ખરીદીને કરતા પહેલા જ પોતાના મનપસંદ વસ્તું સ્માટફોનમાં ફોટો દ્વારા જોઇ લેતા હોય છે. એન તે મુજબની ખરીદીનો આગ્રહ રાખતા હોય છે. આમ દરેક વ્યકતીની ચોઈસ અલગ અલગ હોય છે. કોરોના બાદ ખરીદીમાં ધટાટો તો આવ્યો છે. માણસો દ્વારા ઝુલા, પ્લાસ્ટીક રીવોલવીન, ખૂરશી વગેરી જેવી વસ્તું ખરીદી વધુ થાય છે. - અમીતભાઇ ગાંગાણી

અન્ય સમાચારો પણ છે...