તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચણાની ખરીદી:16 ફેબ્રુઆરીને બદલે 8 માર્ચે થશે ટેકાના ભાવે ચણાની ખરીદી

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હજુ પાક તૈયાર થયો ન હોય સમય લંબાવાયો
 • જિલ્લામાં કુલ 45,000 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

જૂનાગઢ જિલ્લામાં ચણાની ટેકાના ભાવે ખરીદીનો સમય લંબાવાયો છે. ચણાનો પાક હજુ તૈયાર થયો ન હોય સમય મર્યાદા વધારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી એન. ડી. ગોવાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે 1 ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન શરૂ કરાયું હતું અને 15 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાયું હતું. ચણાની ખરીદીનો ટેકાનો ભાવ 5,100 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. આ દિવસોમાં 45,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 16 ફેબ્રુઆરીથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી 16 મે સુધી એટલે કે 3 મહિના સુધી ખરીદી કરવામાં આવનાર હતી. જોકે, હજુ ચણાનો પાક તૈયાર થયો ન હોય ખરીદી શરૂ કરવાનો સમય લંબાવાયો છે.

હવે ટેકાના ભાવે ચણાની ખરીદી 8 માર્ચથી શરૂ કરવામાં આવશે. પરિણામે હાલ કોઇને ચણાનું ટેકાના ભાવે વેંચાણ કરવા યાર્ડમાં ન આવવું. 8 માર્ચથી રેગ્યુલર રીતે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જ્યારે મોડી ખરીદી શરૂ થનાર છે ત્યારે ખરીદી માટેના દિવસો વધારવામાં આવશે કે કેમ તે સરકારના નિર્ણય પર આધારિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો