રજુઆત:વેરાવળ પંથકમાં બીનખેતી થયેલી મિલ્કતની રેવન્યુ રેકર્ડ નોંધ દાખલ કરવાની પ્રક્રીયા લાંબા સમયથી બંધ હોવાથી ફરી શરૂ કરવા રજૂઆત કરાઈ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીનખેતી થયેલી મિલ્‍કતોમાં નોંધ કરવાના નિયમોના જુદા અર્થઘટનથી લોકોને મુશ્‍કેલી
  • ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગામ નમૂના નં.2ની એન્‍ટ્રી લાંબા સમયથી બંધ હોવાથી કામગીરી સત્‍વરે ચાલુ કરવા માંગ

વેરાવળ પંથકમાં બીનખેતી થયેલી મિલ્કતની રેવન્યુ રેકર્ડે નોંધ દાખલ કરવાની પ્રક્રીયા લાંબા સમથી બંધ હોવાથી લોકોને મુશ્‍કેલી પડી રહી છે. જેથી તે કામગીરી ચાલુ કરવા અંગે વેરાવળના એડવોકેટ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખીત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે. જેમાં સિટી વિસ્તારમાં મેન્યુઅલી ગામ નમુના નં.2 ની એન્ટ્રી ચાલુ હોય જયારે ગ્રામ્ય વિસ્તારમાં એન્ટ્રની કામગીરી બંધ હોવાને કારણે એક જ જિલ્લામાં અલગ-અલગ નિયમોના અર્થઘટનનો મુદો ટાંકી જિલ્‍લા કલેક્ટરનું ઘ્‍યાન દરોવામાં આવ્યું છે.

એડવોકેટ મુકેશ મોરીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, વેરાવળ તાલુકામાં બીનખેતી થયેલી મિલ્કતોમાં પ્લોટ, મકાન વગેરે સ્થાવર મિલ્કતના વેંચાણ દસ્તાવેજ, વહેંચણી, ફારગતી દસ્તાવેજ તથા વારસાઇ અંગેની નોંધ ઓનલાઇન રેકર્ડ મેન્ટેઇન કરવામાં આવતું હતું. જેથી દસ્તાવેજના આધારે હક્કપત્રકે ગામ નમુના નં.6 માં નોંધ દાખલ કરવામાં આવતી અને સક્ષમ અધિકારી દ્વારા પુરતી ચકાસણી કરી તે નોંધ પ્રમાણીત થતા તેના અનુસંધાને ગામ નમુના નં.2 ઇશ્યુ કરવામાં આવતી હતી. તેના આધારે મહેસુલી વેરો તલાટી મારફત વસૂલ કરવામાં આવતો હતો.

ગ્રામ્ય વિસ્તારમાં વારસાઇ એન્ટ્રીની કામગીરી છેલ્‍લા પાંચેક વર્ષથી બંધવધુમાં જણાવ્યું કે, ઓનલાઇન બીનખેતીની મિલ્કતની નોંધ દાખલ થવાનું બંધ થઇ જતા છેલ્‍લા બે વર્ષ બાદ તલાટી દ્વારા મેન્યુઅલી નોંધ પાડી ગામ નમુના નં.2 ઇશ્યુ કરવામાં આવતી હતી. જેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વારસાઇ એન્ટ્રીની કામગીરી છેલ્‍લા પાંચેક વર્ષથી બંધ છે. જેના કારણે ઘણા વારસાઇ બાદ તુરંત જ હક્ક કમી અથવા ભાઇઓ ભાગની વહેંચણી જેવા ટ્રાન્જેકશનો અટવાય ગયા છે. કાયદા મુજબ સમય મર્યાદામાં મૃત્યુ પામેલા વ્યકિતનું નામ કમી કરી તેના વારસોના નામ દાખલ થઇ શકતા નથી. જેથી મૃત્યુ પામેલા વ્યકિતનાં વારસોના નામ તે મિલ્કતમાં દાખલ ન થતા તેઓ તે મિલ્કતનું ખરીદ-વેંચાણ કરી શકતા નથી.

ગ્રામ્ય વિસ્તારમાં જ એન્ટ્રની કામગીરી બંધ તેઓએ રજૂઆતમાં ઉમેર્યુ કે, ઓનલાઇન નોંધ દાખલ થવાની પ્રક્રીયા બંધ થતા રજી.વેચાણ દસ્તાવેજના આધારે તલાટી મંત્રી 2-નંબર મેન્યુઅલી ઇશ્યુ કરતા હતા. પરંતુ થોડા સમય પહેલા જ ગીર સોમનાથ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે તા.8 ઓગસ્ટથી મેન્યુઅલી ગામ નમુના નં.2 નીભાવણી અંગેની કામગીરી ચાલુ હતી, તે સ્થગીત કરી દીધી છે. આ કામગીરી બે વર્ષથી ચાલુ હતી જે ગત તા.8 ઓગસ્ટથી બંધ થઇ જતા સામાન્ય લોકોને મુશ્‍કેલી પડી રહી છે. કારણ કે એન્ટ્રી ન પડવાના કારણે લોકો પોતાની મિલ્કત અંગેના રેવન્યુ રેકર્ડની કાર્યવાહી કરાવી શકતા નથી. જયારે સિટી વિસ્તારમાં આજની તારીખે મેન્યુઅલી ગામ નમુના નં.2 ની એન્ટ્રી ચાલુ છે અને માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ એન્ટ્રની કામગીરી બંધ છે.

લાંબા સમયથી બંધ પડેલી વારસાઇ એન્ટ્રીની નોંધ પાડવાની કામગીરી ચાલુ કરવાની માંગએક જ જિલ્લામાં બે અલગ-અલગ નિયમની અમલવારીથી અસંમજસની સ્થિતી ઉભી થઇ છે. કારણ કે, એક માસ પૂર્વે જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે એવું જણાવ્યું કે, ગામ નમુના નં.6 મા લેન્ડ રેવન્યુ કોડ મુજબ નોંધ પ્રમાણિત કરવાના અધિકાર નાયબ મામલતદાર કચેરીને હોય અથવા તેમની ઉપરના હોદા ધરાવતા અધિકારીને છે. જયારે આ બાબતે તલાટી મંત્રીને સરકારે અધિકાર આપ્યો નથી. તેવું કારણ જણાવી ગામ નમુના નં.2 ની કામગીરી સ્થગીત કરી દીધી છે. તો અત્યાર સુધી જે નોંધો દાખલ કરવામાં આવી છે તે કોના કહેવાથી દાખલ કરવામાં આવી ? તે સવાલ ઉભો થયો છે. ત્‍યારે ઉપરોકત વિગતને ધ્યાને લઇ પંથકમાં લાંબા સમયથી બંધ પડેલી વારસાઇ એન્ટ્રીની નોંધ પાડવાની કામગીરી ચાલુ કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...