તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:શહેરમાં હજુ 2 વર્ષ રેલવે ફાટકની સમસ્યા

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનું કરાયું પ્રેઝન્ટેશન
 • રેલવે ઓવરબ્રિજની મંજૂરી મળ્યા બાદ પણ બાંધકામ પુર્ણ થતા 2 વર્ષ લાગી જશે, ભાજપના જ સભ્યોએ વાંધા, વચકા રજૂ કર્યા

જૂનાગઢ શહેરની જનતાને માથાના દુ:ખાવારૂપ ટ્રાફિકની સમસ્યાથી મુુક્તિ અપાવવા માટે શહેરમાં બે રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. દરમિયાન આ ઓવરબ્રિજ અંગેનું એક પ્રેઝન્ટેશન મહાનગરપાલિકા ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં અંદાજે 106 કરોડના ખર્ચે 81 બી જોષીપરા રેલવે ફાટક પર તેમજ 82 બી બસ સ્ટેશન પાસેના રેલવે ફાટક પરથી ઓવરબ્રિજ બનાવવા અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી. સાથે આ અંગે કોઇને વાંધા, સૂચનો હોય તો રજૂ કરવા જણાવાયું હતું.

દરમિયાન એચ આકારના બનનાર રેલવે ઓવરબ્રિજ અંગે ભાજપના જ કોર્પોરેટરો, કાર્યકરોએ વાંધા, સૂચનો રજૂ કર્યા હતા. ત્યારે કમિશ્નર તેમજ મેયરે આ મુદ્દાને પણ ધ્યાને લઇ તેના નિવારણ માટે શક્ય એટલા પ્રયાસ કરવા કન્સલ્ટન્ટ એજન્સીના કર્મીને જાણ કરી હતી. દરમિયાન કન્સલ્ટન્ટ એજન્સીના કર્મીએ જણાવ્યું હતું કે, હજુ પ્રેઝન્ટેશન તૈયાર થયું છે. સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરાશે.

જ્યારે કામ પૂર્ણ થતા ઓછામાં ઓછા 18 થી 24 માસ એટલે કે દોઢથી બે વર્ષ નિકળી જશે. આમ, બધુ સમુસુતરૂં પાર પડે તો પણ શહેરીજનોને 2 વર્ષ સુધી તો રેલવે ફાટકના કારણે થતા ટ્રાફિકનો સામનો કરવો પડશે. જોકે, હાલ કોરોનાના કારણે રેલવે વ્યવહાર ઓછો હોય તેમાં પણ જૂનાગઢ વિસાવદર મિટર ગેઇજ રેલવે ટ્રેક પરની ટ્રેન બંધ હોય લોકોને ફાટકની સમસ્યાથી મુક્તિ મળી છે.

ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે
3 વર્ષ પહેલા બજેટમાં 30 કરોડ મંજૂર કરાયા હતા. ત્યારે એક બ્રિજ બનાવવાનો હતો. રેલવેએ જણાવ્યું હતું કે, બે બ્રિજ બનાવવા જોઇએ. બાદમાં રિવાઈઝ પ્લાન બે પુલનો બનાવ્યો જેનો ખર્ચ અંદાજે 106 કરોડનો થશે. હાલ ડિઝાઇન તૈયાર કરી સરકારમાં મૂકી છે.સરકાર ફાઇનાન્સીયલી મંજૂરી આપશે.પછી બ્લોક લેવલે મંજૂરી મેળવાશે અને પછી કામ શરૂ કરાશે. આ માટે જમીન સંપાદન કરવાની થાય છે તે રાજ્ય અને કેન્દ્ર સરકારની છે માટે કોઇ પ્રશ્ન નથી. ટૂ઼ંકમાં એચ આકારનો બ્રિજ બનતા લોકોને વર્ષો પછી ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે.- તુષાર સુમેરા, કમિશ્નર.

છેલ્લા 35 વર્ષથી રજૂઆતો થતી હતી
35 વર્ષથી ઓવરબ્રિજ બનાવવા માટે ધારાસભ્યો, સાંસદો દ્વારા રજૂઆતો થતી હતી. અગાઉ એક જ બ્રિજ બનાવવાની વાત હતી. રેલવેએ કહ્યું કે, બસ સ્ટેશન પાસે પણ બ્રિજ બનાવો તો મંજૂરી મળે. હવે બન્ને બ્રિજ બનશે અને નજીકના ભવિષ્યમાં જ ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે. - ધીરૂભાઇ ગોહેલ, મેયર.

હાલ નો રોડ 3.75 મિટર છે. સર્વિસ રોડ 4.5 મિટરનો હોવો જોઇએ પરંતુ જગ્યાના અભાવે 3 મિટરનો સર્વિસ રોડ બનશે. વોલ્વો બસની પહોળાઇ પણ 2.60 મિટર હોય છે તેની સામે 3 મિટરનો સર્વિસ રોડ બનશે. હા, રસ્તામાં દબાણો છે તેને દૂર કરવા પડશે. જ્યારે બે પિલર વચ્ચે જગ્યા રહેશે ત્યાં પાર્કિંગ થઇ શકશે. રેલવે સ્ટેશનના ચોકથી ઓવરબ્રિજ બનશે. ગીતા લોજથી એચ આકારનો બ્રિજ જોડાશે.જે ત્રિમૂર્તિ હોસ્પિટલે પૂર્ણ થશે.

ભાજપ અગ્રણીઓ, કોર્પોરેટરોએ શું કહ્યું ?
- પ્રેઝન્ટેશનના નામે સમયનો બગાડ થઇ રહ્યો છે. સલાહ, સૂચનોમાં રહેશું તો લાંબો સમય લાગશે. કામનું ભૂમિપૂજન - ખાતમુહૂર્ત જલ્દી કરવું જોઇએ. -ભરતભાઇ શિંગાળા.
- બસ સ્ટેશન પાસેની જગ્યા વધુ લઇને ત્યાં પહોળાઇ વધે તેવું કરવું જોઇએ. -લલીતભાઇ સુવાગીયા, કોર્પોરેટર વોર્ડ નંબર 2.
- સર્વિસ રોડ ટૂંકો હોય વાહનને પંકચર પડે તો પાછળ વાહનોના થપ્પા લાગી જશે. વાહન પાર્કિંગના પણ પ્રશ્નો ઉભા થશે. -શૈલેષભાઇ દવે, પૂર્વ કોર્પોરેટર.
-શહેરમાં બન્ને બ્રિજના રસ્તામાં અનેક દબાણો આવેલા છે તેને દૂર કરવા જરૂરી છે. - નિર્ભય પુરોહિત, પૂર્વ કોર્પોરેટર.
- 3 મિટરનો સર્વિસ રોડ બહુજ ટૂંકો ગણાય. તેની પહોળાઇ વધારવાની જરૂર છે. -જીવાભાઇ સોલંકી, કોર્પોરેટર વોર્ડ નંબર 15 અને હરેશભાઇ પણસારા, કોર્પોરેટર વોર્ડ નંબર 4.
- 2022ને લઇને નહિ 2050ના ટ્રાફિકને ધ્યાને લઇને ઓવરબ્રિજ, સર્વિસ રોડ બનાવવા જોઇએ. - સંજયભાઇ કોરડીયા, કોર્પોરેટર વોર્ડ નંબર 7
- રેલવે સ્ટેશન ચોકથી ઓવરબ્રિજ શરૂ થાય છે તેમ બસ સ્ટેશન ચોકથી પણ ઓવર બ્રિજ શરૂ થવો જોઇએ જેથી બસ સ્ટેન્ડમાંથી આવતા લોકોને વધુ ફરવા જવું ન પડે અને સીધા ઓવરબ્રિજ પર ચડી શકે. સર્વિસ રોડ અને ઓવરબ્રિજ સાંકડો છે. ગોંડલ, ધોરાજીમાં વર્ષો પહેલા બનેલા રોડમાં એટલી પહોળાઇ છે કે આજે પણ ટ્રાફિક થતો નથી. જૂનાગઢમાં સાંકડો ઓવરબ્રિજ બનાવાશે. ત્યારે ભવિષ્યમાં વાહનો વધશે ત્યારે ટ્રાફિક નિવારવા માટે શું ઓવરબ્રિજ પર ઓવરબ્રિજ બનાવાશે ? - ડો. ડી. પી. ચિખલીયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો