સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગુજરાતની અલગ અલગ જેલોમાં 7 માર્ચ 1930 ના દિવસ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થયેલી હતી તે બાબતને ગુજરાતના યુવાનો તેમજ વિવિધ જેલના કેદીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન કવન ને જાણે અને તેમાં થી પ્રેરણા લઈ અને જીવનને ઉત્તમ બનાવે દર વર્ષે 7 માર્ચના કાર્યક્રમો ગુજરાતની જેલમાં થાય છે.
આ વર્ષે પણ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સંસ્થા અમદાવાદ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રભાબેન પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ જેલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સરદાર વલ્લભભાઈ પટેલના ફોટા પર પુષ્પ બુચ અને પુષ્પ પાંદડીઓ દ્વારા જેલના અધિકારી હારુન ભાઇ વિહળ તથા ભાવેશભાઈ શ્રદ્ધા કુમાર અર્પણ કર્યા હતા.
મુખ્ય વક્તા તરીકે ડો. હારુનભાઈ વિહળએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન વિશે વાત કરવામાં આવી તેની સાદગી અને રાષ્ટ્રભક્તિની નિષ્ઠા જેના લાભો સમગ્ર ભારતના ભોગવી રહ્યા છે. તમામ કેદીઓને સંકલ્પ લેવરાવ્યા હતા કે હવે પછી અમે જેલમાં ફરી આવીશું નહીં જેની સાથે દુશ્મનાવટ છે અથવા ગેરસમજ છે.
તેની સાથે સમાધાન કરીશું. અમારી ભૂલ હશે તો માફી માંગીશું સામેવાળાને ભૂલ હશે તો તેને માફ કરીશું. કાર્યક્રમની સફળ બનાવવામાં જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહાર તથા જેલર વાળાભાઈ, જેઠવાભાઈ, સાખટ ભાઈ, સોલંકી ભાઈ જયેશભાઈ લુહાર જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.