તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિક્ષણ:જૂનાગઢ શહેરના આચાર્ય એ ધોરણ 10 ગણિતના 15 ચેપ્ટરની PDF તૈયાર કરી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘેર બેઠા સરળ શિક્ષણ : મોબાઇલ અને ટીવીના ઉપયોગની વચ્ચે શ્રેષ્ઠ શિક્ષણ
  • ગુજરાતના અનેક જિલ્લાના ગણિતના શિક્ષકો, છાત્રો લાભ લઇ રહ્યા છે

કોરોનાની મહામારીને લઇને શાળાઓ બંધ હોય વિદ્યાર્થીઓનો કલરવ ગુંજ્યો નથી. નવું સત્ર ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી. સરકાર દ્વારા હોમ લર્નિગના પ્રયત્નમાં ટીવી અને મોબાઇલના માધ્યમથી બાળકો ઘરે બેઠા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ ઓનલાઇન શિક્ષણને લઇને અનેક ફરિયાદો ઉઠી રહી છે તેમજ સતત મોબાઇલ અને ટીવીના ઉપયોગથી બાળકોની આંખોને નકારાત્મક અસર થઇ રહી છે. ત્યારે ધો.10ના ગણિતના વિદ્યાર્થીઓ જાતે શીખી શકે તે માટે પૂર્વજ્ઞાન અને ગુણપ્રધન યોજના, નમુનાના પ્રશ્નપત્ર તેમજ 15 ચેપ્ટરની પીડીએફ ફાઇલ જૂનાગઢની મુરલીધર શાળાના આચાર્ય રજનીકાંત ચાવડા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પીડીએફ ફાઇનો નિ:શુલ્ક ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાના ગણિત શિક્ષકો અને ધો.10ના વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે.

20 વર્ષનો ગણિતનો અનુભવ છે
હું ગણિતનો શિક્ષક છું, અત્યારે આચાર્ય બન્યો છે. ગણિતમાં મારે 20 વર્ષનો અનુભવ છે. લોકડાઉનના સમયમાં બાળકો સ્કુલ ન આવતા હોવાથી ઘરે જ શિક્ષણ મળી રહે તેવો વિચાર આવ્યો હતો અને બાદ ઓનલાઇન શિક્ષણમાં અનેક ફરિયાદો ઉઠતી હતી. જેને લઇને ધો.10 ગણિતના પાઠ્ય પુસ્તક, બોર્ડની પરીક્ષા આઇએમપી દાખલ સહિતનો સમાવેશ કરી માત્ર 4 જ દિવસમાં એક પીડીએફ ફાઇલ તૈયાર કરવામાં આવી છે. > રજનીકાંત ચાવડા, આચાર્ય, મુરલીધર સ્કુલ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો