તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Pregnant Wife Left Home With Her Four Children Due To A Quarrel Between The Husband And Wife, The Team Of 181 Had A Pleasant Reunion With The Family.

સરાહનીય કામગીરી:પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા સગર્ભા પત્ની ચાર બાળકોને સાથે લઈ ઘરેથી જતી રહી, 181ની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતા આપઘાતનો વિચાર કરી રહી હોય તેમાંથી મુક્ત કરી

મહિલાઓ માટે કામ કરતી 181 અભયમની ટીમે માંગરોળ તાલુકાની ચાર બાળકોનુ ભરણપોષણ કરતી સગર્ભા પરણીતાને આપઘાતના વિચારમાંથી મુકત કરાવી પરીવારને એક કરવાનું સરાહનીય કાર્ય કરેલ છે. જે અંગે પ્રાપ્‍ત વિગતોનુસાર જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પરણીતાના કુંટુંબના સભ્ય દ્રારા જ 181 માં ફોન કરી મદદ માંગતા જણાવેલ કે, એક સર્ગભા પરીણીતા આત્મહત્‍યા કરવાનો વિચારો કરે છે. તેથી તુરંત કેશોદ 181 અભયમની ટીમ સ્થળ પર પહોંચી પરણીતાને રૂબરૂ મળીને પ્રોત્સાહન આપી કાઉન્સેલિંગ શરૂ કર્યુ હતુ.

જેથી તેણીએ જણાવેલ કે, આઠેક દિવસ પહેલા ખોટી શંકાના કારણે મારા પતિ સાથે ઝગડો થયેલ હતો. જેથી તેઓ અમને કહયા વગર ઘર છોડીને જતા રહેલા અને તેમનો કોઇ ફોન પણ આવતો ન હતો. જેથી મારા સસરા જે વાડીએ રહેતા હતા તેની પાસે કાલે હુ ત્‍યાં મારા ચાર બાળકોની સાથે ગયેલ અને તેમને બધી વાત કરેલ હતી. જેથી મારા સસરાએ બીજા પરીચિત થકી તેમનો કોન્ટેક કરેલ પરંતુ તેઓએ વાત કરેલ તો તેમની વાત પણ સાંભળેલ ન હતી. જેથી હું ચિંતા મા આવી ગઇ હોવાથી મે મારા બાળકો સાથે આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. કારણ કે, મારા પતિને મારી કે મારા બાળકોની કોઈ ચિંતા જ નથી અને હાલ મારા ગભઁમાં એક બાળકનો ઉછેર થઇ રહયો છે તેમની પણ તેમને કાંઈ પડી ન હોવાથી મારે આત્મહત્યા કરી લેવી છે .

આ પરણીતાને અભયમ ટીમ દ્રારા તેમના અને તેમના બાળકોના ભવિષ્ય અને ગર્ભમાં ઉછેરી રહેલ બાળક વિશે સમજાવીને આત્મહત્યા કરવાના વિચારમાંથી મુકત કરીને જીવન જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. ત્યારબાદ મહિલાના પતિને શોઘી તેને કાયદાકીય સમજણ આપવાની સાથે જવાબદારીનું ભાન કરાવી બંન્ને વચ્ચેના મતભેદો સર્જતા પ્રશ્નો અંગે સમાધાનકારી નિરાકરણ લાવવાનું સરાહનીય કાર્ય 181 ની ટીમએ કરેલ હતુ.

અન્ય સમાચારો પણ છે...