શિક્ષણ:આગામી 12 માર્ચ સુધી ધોરણ 12ની પ્રાયોગિક પરીક્ષા લેવાશે

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરીક્ષાનું સ્થળ નજીક પડે તે માટે 3 સ્થળે પરીક્ષા લેવાશે
  • કુલ 6,991 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવશે

જૂનાગઢ જિલ્લામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાનો 2 માર્ચથી પ્રારંભ કરાયો છે. 12 માર્ચ સુધી યોજાનારી આ પરીક્ષામાં 6,991 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2 માર્ચથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષા શરૂ કરાઇ છે. 12 માર્ચ સુધી આ પરીક્ષા યોજાશે. જૂનાગઢ જિલ્લામાં કુલ 6,991 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેે. દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા દેવાનું સ્થળ નજીક રહે તે માટે 3 સ્થળોએ પરીક્ષા કેન્દ્ર ગોઠવાયા છે.

ખાસ કરીને જૂનાગઢ સરદાર બાગ ખાતેની 3 સ્કૂલમાં જૂનાગઢ શહેર,ગ્રામ્ય, ભેંસાણ અને વિસાવદર તાલુકાના મળી 2,455 વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકશે. જ્યારે મોતીબાગ પાસેની 4 સ્કૂલમાં વંથલી,મેંદરડા અને માણાવદર તાલુકાના 3,736 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. જયારે કેશોદ ખાતેની સ્કૂલમાં કેશોદ, માંગરોળ,માળીયા હાટીના તાલુકાના 800 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. પ્રાયોગિક પરીક્ષામાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયની પરીક્ષા લેવાશે. ખાસ કરીને વર્ગ 2ના અધિકારી ઝોનલ અધિકારી ઓબ્ઝર્વર તરીકે રહેશે જેથી માર્કસ મુલ્યાંકન કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...