તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ઉપ- કુલપતિનું પદ 2 વર્ષથી ચાર્જમાં !!

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય યુનિ.માં નિમણૂંક થઇ ગઇ છે : રાજકિય ખેંચતાણથી રેગ્યુલર નિમણૂંક થતી નથી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ઉપ કુલપતિની નિમણુંક કરવામાં આવી નથી. છેલ્લા 2 વર્ષથી ઇન્ચાર્જ ઉપ કુલપતિથી કામગીરી કરાઇ રહી છે. જોકે, રેગ્યુલરના બદલે ઇન્ચાર્જથી ગાડું ગબડાવાના કારણે નિતી વિષયક નિર્ણયો લેવાઇ શકતા નથી. ખાસ કરીને ભરતી કરવી હોય, મોટા બાંધકામ કરવા હોય, નવું કાર્યક્ષેત્ર ઉભું કરવું હોય તો તે કરી શકાતું નથી.

પરિણામે ઇન્ચાર્જ ઉપ કુલપતિને બદલે રેગ્યુલર ઉપ કુલપતિની નિમણુંક કરવાની માંગ ઉઠી રહી છે. દરમિયાન એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, રાજકીય ખેંચતાણના કારણે રેગ્યુલર ઉપ કુલપતિની નિમણુંક થઇ શકતી નથી. ઉપ કુલપતિના પદ માટે હાલ 5 જેટલા દાવેદારો છે.

આ દાવેદારોના રાજકીય આકાઓ ગાંધીનગર સુધી લોબીંગ કરાવી ઉપ કુલપતિનું પદ પોતાના માનીતાને મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હવે 5 દાવેદારોમાંથી કોનું પલડું ભારી નિકળે છે તે નિમણુંક થાય પછી જાણવા મળશે. શક્ય છે કે કોઇ એકની નિમણુંક કરે તો પાંચ પૈકી 4 રાજકીય આગેવાનોને નારાજ થઇ જાય. ત્યારે આ નારાજગી જ રહેવા ન પામે તે માટે કોઇ નવો જ ચહેરો આવે તેવું પણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...