પ્રેરણારૂપ કામગીરી:વિલીંગ્ડન ડેમમાંથી યુવાનને બચાવવા પોલીસે જાનની બાજી લગાવી દીધી "તી

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમનસીબે યુવાનનું ડૂબી જતા મોત થયું

જૂનાગઢના વિલીંગ્ડન ડેમ પાસેની કૂંડીમાં ડૂબી રહેલા યુવાનને બચાવવા ફરજ પરના પોલીસ કર્મીએ જાનની બાજી લગાવી હતી. પરંતુ કમનસીબે યુવાનનું ડૂબી જતા મૃત્યું નિપજ્યું હતું.

આ અંગે એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટીએ જણાવ્યું હતુ કે, શહેરના સૈયદવાડા વિસ્તારમાં રહેતો માહિરખાન યુસુફ નામનો યુવાન રવિવારે વિલીંગ્ડન ડેમ પાસેની કૂંડીમાં ન્હાવા પડ્યો હતો. ત્યારે અચાનક ડૂબવા લાગ્યો હતો. ત્યારે વિલીંગ્ડન ડેમ ખાતે ફરજ બજાવતા પોલીસ જવાન ભરતભાઇએ પોતાના જીવની પણ પરવા કર્યા વિના કૂદી અને યુવાનને બચાવવા ભરપૂર પ્રયાસ કર્યા હતા. પરંતુ કમનસીબે એ યુવાનનું ડૂબી જતા મૃત્યું નિપજ્યું હતું. આમ,એક પોલીસ જવાને અન્ય કર્મીઓ માટે પણ પ્રેરણારૂપ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...