પોલીસ પ્રજાનો મિત્ર:જૂનાગઢ પરિક્રમામાં આવેલા સુરતના યાત્રાળુનો ગુમ થયેલો સામાન પોલીસે પરત અપાવ્યો

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. તેમાં સુરતથી પરિક્રમા કરવાં આવેલો એક પરિવાર જૂનાગઢના મજેવડી ગેટ પાસેથી રિક્ષામાં બેસી અલગ-અલગ પ્રવાસન સ્થળોએ ફરવા ગયો હતો. તે દરમિયાન વિલીંગન ડેમ તરફ જતાં પહેલા તેઓ પોતાનો સામાન રિક્ષામાં રાખી ગયા હતા અને પરિવાર ડેમ પરથી પરત ફરતાં રિક્ષા ત્યાં નહતી. જે બાબતે આજુબાજુમાં તપાસ કરતાં રિક્ષા ક્યાંય જોવા મળી નહતી. તેથી સુરતના યાત્રાળુ પરિવારે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરી સામાન ગુમ થયાનું જણાવ્યું હતું.

અરજદારને સામાન પરત અપાવ્યો
આ પરિવારની અરજીને ધ્યાને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.એમ.વાઢેરની સુચનાથી એ ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલાં સમાનની તપાસ શરુ કરાઈ હતી. તે દરમિયાન નેત્રમના સીસીટીવી ફૂટેજ રિક્ષા ચાલકનું નામ, રિક્ષા નંબર વગેરે બાબતોને ધ્યાને લઈ અલગ-અલગ દિશામાં તપાસ શરુ કરી હતી. જેમાં એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડાને સુરતના યાત્રાળુઓના માલ-સામાન અંગે જાણ થતાં રિક્ષા ચાલકને બોલાવી, માલ-સામાન લઈ અરજદાર બાબુ વલ્લભભાઈ ચાંદોરાને પરત સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...