તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ પ્રજાનો મિત્ર:પોલીસે ચિત્રના બાકી રૂપિયા અપાવી દેતા ભરણ પોષણની રકમ ચૂકવાઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વાતંત્રય પર્વે દિવાલો પર ચિત્ર દોરનારની મદદે ડીવાયએસપી

સ્વાતંત્રય પર્વે દિવાલો પર ચિત્ર દોરનાર કલાકારની મદદે ડીવાયએસપીએ આવ્યા હતા પરિણામે ચિત્રકારને જેલમાં જવામાંથી મુક્તિ મળી હતી. આ અંગે મળતી વિગત મુજબ સ્વાતંત્રય પર્વને લઇ પોલીસ હેડક્વાર્ટરની દિવાલો પર લોક જાગૃત્તિ માટે ચિત્રો દોરવામાં આવ્યા હતા.

આ ચિત્રો દોરનાર પૈકી એક ચિત્રકારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને પોતાની આપવિતી વર્ણવી મદદ કરવા જણાવ્યું હતું. ચિત્રકારે જણાવ્યું હતું કે, તેની પત્નિ રિસામણે છે અને અમદાવાદ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કરતા પોતે સમયસર ભરણ પોષણની રકમ ચૂકવી આપતો હતો. દરમિયાન કોરોનાના કારણે કામ બંધ થતા ભરણ પોષણની રકમ ચૂકવી ન શકતા કોર્ટ દ્વારા જપ્તી વોરંટ નિકળેલ છે.જોકે, એક બિલ્ડર પાસે પેઇન્ટીંગ કામના 50,000 નિકળે છે. જો આ રકમ મળી જાય તો ભરણ પોષણની રકમ ભરી આપશે જેથી જેલ જવાથી મુક્તિ મળી શકશે.

બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ બિલ્ડરનો સંપર્ક કરી પોલીસની ભાષામાં સમજાવતા બિલ્ડરે 25,000 તુરત આપી દીધા જેથી ભરણ પોષણની રકમ ભરી શકાય. જ્યારે બાકીના 25,000 એક મહિનામાં આપવાની ખાતરી આપી હતી. આમ, પોલીસે ઉઘરાણીમાં મદદરૂપ થઇ ચિત્રકારને જેલમાં જવાથી બચાવી લઇ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...