સી ડિવીઝન પોલીસે ચોરીની કાર અને બેટરી લઇને નિકળેલા 3 શખ્સોને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ સી ડિવીઝનમાં ઇ- એફઆઇઆર થઇ હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેની જીજે-12 એઇ 5084 નંબરની 40,000ની કિંમતની કાર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં પાર્ક કરી હતી.
ત્યારે રાત્રિના સમયે કોઇ શખ્સો કાર અને અન્ય એક વ્યક્તિની કારની 3,000ની કિંમતની બેટરીની ચોરી કરી લઇ ગયેલ છે. દરમિયાન ચોરીના દૂષણને નાબૂદ કરવા રેન્જ ડીઆઇ જીમયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શનમાં સી ડિવીઝન પોલીસે તુરત તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સીસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા,પોલીસ કોન્સ્ટેબલ રોહિત ધાધલને બાતમી મળી કે ચોરીમાં ગયેલ કાર લઇને 3 શખ્સો રાત્રિના શિશુમંગલ પાસેથી પસાર થઇ રહ્યા છે. બાદમાં સી ડિવીઝન પીએસઆઇ જે.એમ. વાળા, પીએસઆઇ આર.ડી. ડામોર અને સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન કાર પસાર થતા જ તેને અટકાવી કારમાં બેઠેલા રમેશ બાબુ સોલંકી (સુરેન્દ્રનગર), લલીત બાબુભાઇ ચુનારા, મહેશ હનુભાઇ ચુનારા(ધારાગઢ દરવાજા) વાળાને ઝડપી લઇ કાર તેમજ બેટરી મળી કુલ 43,000નોમુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.