પોલીસ કામગીરી:મજૂરી કરનારની ગાયને પોલીસે સીસી - ટિવી કેમેરાની મદદ લઈ શોધી આપી

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાય હિન્દુ સમાજ માટે માં સમાન હોય પોલીસે ગંભીરતા લઈને શોધી આપી

મજૂરી કરનારની ખોવાયેલી ગાયને પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી શોધી આપી મૂળ માલિકને સોંપી છે. આ અંગે મળતી વિગત મુજબ મજૂરી તેમજ ગાય આધારિત પરિવારનું ગુજરાન ચલાવનાર પરબતભાઇ ભીમાભાઇ વંશની ગીર ગાય પોતાના ઘરે બાંધેલી હતી ત્યારે છૂટીને જતી રહી હતી. ભારે શોધખોળ કરવા છત્તાં ગાય ન મળતા એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેરેને જાણ કરી હતી.

બાદમાં તેમણે નેત્રમ શાખા (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ના પીએસઆઇ પી.એચ. મશરૂને જાણ કરી હતી. દરમિયાન હિન્દુ લોકો ગાયને માતા સમાન માનતા હોય આ બાબતની ગંભીરતા લઇ પી.એચ. મશરૂએ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન કોઇ એક વ્યક્તિ પરબતભાઇની ગાયને દોરીને દાતાર રોડ પર જતો હોવાનું સીસીટીવીમાં દેખાતા એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલને જાણ કરી હતી. તેમણે સ્ટાફ સાથે દોડી જઇ ગૂમ થયેલ ગાયને પ્રદિપ ટોકિઝ પાસેથી શોધી કાઢી મૂળ માલિકને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...