તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકમાં કુલ 158 ફોર્મ ભરાયા હતાં. તે પૈકી 59 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં. મંગળવારે 6 ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે 92 ઉમેદવાર મેદાનમાં રહ્યાં હતાં. જ્યારે જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં કુલ 758 ફોર્મ ભરાયા હતાં, તે પૈકી 283 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં. તેમાંથી 29 ફોર્મ પરત ખેંચાતા હવે 443 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. ત્રણ ઉમેદવાર બીનહરીફ થયા છે.
ગિર - સોમનાથ જિલ્લા પંચાયતની 28 બેઠકમાં કુલ 112 ફોર્મ ભરાયા હતાં. તે પૈકી 26 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં. મંગળવારે 9 ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે 76 ઉમેદવાર મેદાનમાં રહ્યાં હતાં. જ્યારે જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં કુલ 482 ફોર્મ ભરાયા હતાં, તે પૈકી 122 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં. તેમાંથી 24 ફોર્મ પરત ખેંચાતા હવે 335 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે.
કેશોદ વોર્ડ નંબર 3નાં ભાજપનાં બિનહરીફ ઉમેદવારે ઢોલી પર 500ની 17 નોટનો વરસાદ કર્યો
કેશાેદ નગરપાલિકાનાં વાેર્ડ નં 3 નાં ભાજપનાં ઉમેદવાર વીરાભાઇ પુંજાભાઇ સિંધલ બિનહરીફ થયા હતાં. બાદ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરાેએ ઉપસ્થિતમાં વિજેતા ઉમેદવારને હારતાેરા કર્યા હતાં. ચૂંટાયેલા ઉમેદવાર વીરાભાઇએ ઢાેલ શરણાઇ વગાડનારા પર 500 ની 17 નાેટનાે વરસાદ વરસાવ્યાે હતાે. આ તકે શહેર પ્રભારી રવિનાબેન સહિતનાં હાજર રહ્યાં હતાં.
વંથલી,જૂનાગઢ તા.પં.માં ભાજપનાં ઉમેદવાર બિનહરીફ
વંથલી તાલુકા પંચાયતની ધંધુસર બેઠકમાં સતીબેન મેરૂભાઇ મુળીસિયા અને જૂનાગઢ તાલુકા પંચાયતની ભલગામ બેઠકમાં મંજુલાબેન પ્રવિણભાઇ ઠુંમર બિનહરીફ થયા છે. તેમજ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર અનકભાઇ ભોજક બિનહરીફ થયા હતાં.
તાલાલાની રમળેચી બેઠક પર કોંગ્રેસે ફોર્મ પરત ખેંચ્યું
તાલાલા તાલુકા પંચાયતની 18 બેઠક પૈકી રમળેચી(ગીર) બેઠક ઉપર ભાજપે પાયાનાં આગેવાનનાં પરીવારની ટિકીટ કાપતા સ્વ.નાનજીભાઇ કણસાગરનાં પરીવારનાં વહુએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસનાં માન્ય ઉમેદવાર નીધીબેન જેન્તીભાઇ સંતોકેએ પોતાનું ફોર્મ પરતખેંચી લીધું હતું.
6 વોર્ડમાં 24 બેઠક ઉપર 67 ઉમેદવાર મેદાનમાં રહ્યાં
તાલાલા નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચાવનાં દિવસે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. તાલાલા નગરપાલિકાનાં કુલ 6 વોર્ડની 24 બેઠક ઉપર કુલ 76 ફોર્મ ભરાયા હતાં, તે પૈકી 9 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં. ફોર્મ પરત ખેંચવાનાં દિવસે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ન હતું. તાલાલા પાલિકામાં હવે 24 બેઠક ઉપર 67 ઉમેદવાર મેદાને રહ્યાં છે. જેમાં સૌથી વધુ વોર્ડં નંબર 1માં 17 અને વોર્ડ નંબર 6માં 15 ઉમેદવાર છે.
24 બેઠકમાં હવે 63 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ, 4 ફોર્મ પરત ખેંચાયા
સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણી માટે 24 બેઠક માટે 67 ફોર્મમાંથી 4 ખેચીં લેતા 63 ઉમેદવારો મેદાને રહે છે. સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 6 વોર્ડમાં 24 બેઠક માટે જુદા-જુદા પક્ષમાથી ફોર્મ ચકાસણી દરમિયાન67 ફોર્મ માન્ય રહ્યાં હતાં,જેમાં આજે4 ફોર્મ પરત ખેંચી લેતા હવે63 ઉમેદવારો મેદાને રહ્યાં છે.જેમાં હવે વોર્ડ નં-1 માં 11 ફોર્મ,વોર્ડ નં-2 માં 13 ફોર્મ,વોર્ડ નં-3માં 10 ફોર્મ ,વોર્ડ નં-4 માં 9 ફોર્મ,વોર્ડ નં-5 માં9ફોર્મ, વોર્ડ નં-6માં11 ફોર્મ રહ્યાં છે.
મહિલા પ્રમુખે ફોર્મ પરત ખેંચ્યું : 11 વોર્ડમાં 116 ઉમેદવાર રહ્યા
વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાના આજે 11 વોર્ડમાં 8 ફોર્મ ખેંચાયા હતાં. જેથી હવે 11 વોર્ડ મા 116 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જ્યારે વેરાવળ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ દેવીબેન ગોહિલ અપક્ષ ઉમેદવારી પરત ખેંચી હતી. વેરાવળ નગરપાલીકાની ચૂંટણીમાં ટીકીટ ન મળતા કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને અપક્ષ ઉમેદવારની પેનલ બનાવી દેવીબેન ગોહિલએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.દેવીબેન ગોહિલે પોતાની અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસમાં ફરી પાછા જોડાયા હતાં.
વોર્ડ નંબર 3માં ભાજપનાં ઉમેદવાર બિનહરીફ, 105 મેદાનમાં રહ્યા
કેશાેદ નગરપાલીકાની યાેજાનારી સામાન્ય ચૂંટણીમાં વાેર્ડ નં 3 માં કાેંગ્રેસના 2 અને આપ નાં 1 ઉમેદવારે ફાેર્મ પરત ખેંચતાં ભાજપના ઉમેદવાર વીરાભાઇ પુંજાભાઇ સિંધલ બિનહરીફ ચૂંટાયાં હતાં. વાેર્ડ નં 3 માં ચૂંટણી પંચે ભાજપના 4, કાેંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારને માન્ય રાખતાં કુલ 9 ઉમેદવારાે ચૂંટણી લડતાં હતાં. સમગ્ર પાલિકામાં 110 ની જગ્યાએ 105 ઉમેદવારાે ચૂંટણી લડશે.
જૂનાગઢ જિલ્લા પંચાયત
બેકઠ કુલ ફોર્મ પરત ખેંચાયા હરિફ ઉમેદવાર
30 158 06 92
ગિર સોમનાથ જિલ્લા પંચાયત
બેકઠ કુલ ફોર્મ પરત ખેંચાયા હરિફ ઉમેદવાર
28 112 09 76
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.