જૂનાગઢમાં વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે, જોષીપરામાં રહેતો પરેશ ઉર્ફે બાદલ ઓઘડભાઇ મકવાણા અગાઉ મારા મારી અને લુંટના ગુનામાં પકડાયેલ હતો. આ શખ્સ હાલ વાહન ચોરી કરે છે. તેની પાસે ચોરાઉ મોટર સાઇકલ છે જે લઇને મજેવડી દરવાજા પાસેથી પસાર થવાનો છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.જે. પટેલ, પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન આરોપી મોટર સાઇકલ નંબર જીજે 11 સીજે 5500 નંબરનું લઇને નિકળતા તેને અટકાવી પૂછપરછ કરતા બાઇક જોષીપરાના આદિત્યનગરમાંથી પોતાના મિત્ર આયુષ ઉર્ફે આસુ ચુડાસમાની સાથે મળીને ચોરી કર્યાની કબુલાત આપી હતી. એલસીબીએ મોટર સાઇકલ કિંમત 65,000, મોબાઇલ કિંમત 2,000 તેમજ રોકડા 500 મળી કુલ 67,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી પરેશ મકવાણાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.