ધરપકડ:જૂનાગઢના ભારતી આશ્રમમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એલસીબીએ રાજકોટના શખ્સને જૂનાગઢના ઢાલરોડ પરથી ઝડપી

જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમમાં 65,000ની ચોરી કરનાર રાજકોટના શખ્સને એલસીબીએ જૂનાગઢના ઢાલ રોડ પરથી ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ ભવનાથના ભારતી આશ્રમની ગુરૂગાદી રૂમના તાળા તોડી ચાંદીની થાળી, વાટકા, ગ્લાસ,ચાંદીની લાકડી વગેરે મળી 65,000ની ચોરી થઇ હતી. આ અંગે ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

દરમિયાન ચોરીના આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાના પગલે એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી, ડી.એમ. જલુ, ભવનાથ પીએસઆઇ એમ.સી. ચુડાસમા અને સીસીટીવી કેમેરા નેત્રમ શાખાના પીએસઆઇ જે.એચ. મશરૂની અલગ અલગ ટીમે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ચોરીમાં રાજકોટના નરેશ ઉર્ફે નરીયો ઉર્ફે નરૂ રમેશભાઇ ગીલગીલાણીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. સાથે આ શખ્સ જૂનાગઢના ઢાલરોડ પર આંટા મારતો હોવાની બાતમી મળતા તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી પીળી ધાતુનું પેન્ડલ કિંમત 15,430નું અને રોકડા 49,870 મળી કુલ 65,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુ પૂછપરછમાં આરોપીએ 3 માસ પહેલા સાળંગપુરના કષ્ટભંજન હનુમાન મંદિરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપીને આગળની તપાસ અર્થે ભવનાથ પોલીસ સ્ટેશન હવાલે કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...