તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબીંગ એક્ટનો ગુનો:શખ્સે સરકારી જમીનમાં મકાન અને દુકાન બનાવી કબ્જો કર્યો

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિસાવદરના મોટા કોટડા ગામે લેન્ડ ગ્રેબીંગ એક્ટનો ગુનો
 • ફરિયાદ થતા જૂનાગઢ ડીવાયએસપીએ તપાસ હાથ ધરી

વિસાવદરના મોટા કોટડા ગામે એક શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સરકારી જમીન પર કબ્જો કરી તેમાં મકાન તેમજ દુકાનો બનાવી નાંખવામાં આવતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે જેને પગલે વિસાવદર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે મળતી વિગત મુજબ મોટા કોટડા ગામે આવેલ સર્વે નંબર 1/ પૈકી 1 /પૈકી 1ની સરકારી જમીન પર દડુભાઇ ભીખાભાઇ વાળાએ અનઅધિકૃત રીતે કબ્જો કરી લીધો હતો.

બાદમાં આ જમીન પર રહેણાંક માટે મકાન તેમજ વ્યાવસાયિક હેતુ માટે દુકાનો બનાવી નાખ્યા છે. આ રીતે સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી કબ્જો કરી ગુનો કર્યો છે. આ મામલે વિસાવદર મામલતદાર કચેરીના મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ ભૂમિબેન કેશવાલાએ ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટનો ગુનો દાખલ કરી આગળની તપાસ જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો