રોષ:8 વર્ષથી રોડ ન બનતા મધુરમના મારૂતી નગરના લોકો કરશે મતદાન બહિષ્કાર

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મત મેળવવા ખોટા વાયદા આપી છેતરી લીધા હતા

મધુરમના મારૂતી નગરમાં 8 વર્ષ પછી પણ રોડ ન બનતા સ્થાનિક લોકોએ ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચિમકી ઉચારી છે. આ અંગે સ્થાનિક રહેવાસી પ્રવિણભાઇ સોલંકીએ જણાવ્યું છે કે, વોર્ડ નંબર 13માં આવેલ મધુરમમાં મારૂતીનગર સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં છેલ્લા 8 વર્ષથી રોડ જ બન્યો નથી. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે.

આ અંગે સ્થાનિક કોર્પોરેટરને ફરિયાદ કરતા ઉડાઉ જવાબ આપી દેવાયા છે. રોડ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની અનેક રજૂઆત છત્તાં સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ કોઇ જોવા પણ આવ્યું નથી. અગાઉની ચૂંટણી વખતે રજૂઆત કરતા મત મેળવવા માટે ખોટા વાયદા અપાયા હતા. હાલ રોડ ઉપરાંત સફાઇ, પૂરતી સ્ટ્રીટ લાઇટની તેમજ પીવાના પાણીની સુવિધા નથી. ત્યારે આ વિસ્તારના 40થી વધુ રહેવાસીઓએ સહિ કરી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...