તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિવર ફ્રન્ટ બનાવો:માણાવદરની જનતાને 5 દિવસે માત્ર એક જ કલાક મળે છે પાણી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા લોકોના પ્રશ્નો ઉકેલો પછી રિવર ફ્રન્ટ બનાવો

માણાવદર તાલુકામાં કરોડોના ખર્ચે રિવર ફ્રન્ટ બનાવવાની વાતો થાય છે. ત્યારે પહેલા સ્થાનિક લોકોની સમસ્યા ઉકેલો પછી રિવર ફ્રન્ટ બનાવો તેવી રજૂઆત કરાઇ છે.

આ અંગે આમ આદમી પાર્ટીના માણાવદર તાલુકા પ્રમુખ યોગેશભાઇ હુંબલે મામલતદાર મારફતે સીએમ વિજયભાઇ રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાને આવેદન પાઠવ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, સ્થાનિક લોકોના અનેક પ્રાણ પ્રશ્નો છે તેનો નિકાલ પહેલા જરૂરી છે.

અહિં દર 5 દિવસે માત્ર 1 કલાક પીવાનું પાણી મળે છે, રિવર ફ્રન્ટ યોજનામાં જે પાણી આપવાનું છે તે નદીના આગળના ભાગે મૃતપશુના નિકાલનું સ્મશાન છે, રિવર ફ્રન્ટના વિસ્થાપિતોને આવાસ ફાળવાયા નથી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઇડ લાઇન મુજબ માણાવદર શહેર અને ગામડામાં આરોગ્યની પુરતી સુવિધા નથી અને રિવર ફ્રન્ટના ઉપરના ભાગે આવેલ દગડ, રસાલા ડેમને ઉંડો કરવાની જરૂર છે. આ તમામ પ્રશ્નોના ઉકેલ કર્યા બાદ રિવર ફ્રન્ટની કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...