ઉજવણી:દિવ્યાંગ બાળકોએ ટ્રેકટરમાં રંગલો, રંગલી નાટક ભજવ્યું

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં સેરેબલ પાલ્સી(દિવ્યાંગ) દિવસની ઉજવણી કરાઇ
  • સમાજના લોકોમાં દિવ્યાંગો પ્રતિ જાગૃતતા લાવવા પ્રયાસ

જૂનાગઢમાં વિશ્વ સેરેબલ પાલ્સી (દિવ્યાંગ) દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દિવ્યાંગ - અનાથ બાળકો માટેની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાઇ હતી. આ ઉજવણીમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો જોડાયા હતા. સવારે 8 : 30વાગ્યાથી શહિદ પાર્ક ખાતેથી રેલી કાઢવામાં આવી હતી.

વ્હિલચેર અને ટ્રેકટરમાં નિકળેલી રેલી કાળવા ચોક સુધી યોજાઇ હતી. આ તકે દિવ્યાંગ બાળકોએ ટ્રેકટરમાં રંગલો રંગલીનું નાટક ભજવી દિવ્યાંગો પ્રતિ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ગીતાબેન માલમ, પી.એમ. આટદોરીયા, આર.સી. મહિડા વગેરે અધિકારીઓની ઉપસ્થિતી રહી હોવાનું સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...