ખુશીની લાગણી:જિલ્લાના 300 ગામોને પીવાનું પાણી પુરૂ પાડતો ઓઝત 2 ડેમ 70 ટકા ભરાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓઝત 2 ડેમની મુલાકાત લેતા જિલ્લા કલેકટર
  • ​​​​​​​વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ પાણીની આવક સારી રહેતા ખુશીની લાગણી

જૂનાગઢ નજીક ઓઝત-2 ડેમ આવેલો છે જે ડેમમાંથી પીવાનું તેમજ સિંચાઇનું પાણી આપવામાં આવે છે. દરમિયાન વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ડેમમાં પાણીની સારી આવક થતા સર્વત્ર ખુશીનો માહોલ ફેલાઇ ગયો છે. ખાસ કરીને આ ડેમ ઓઝત નદીના પુરના કારણે 76 ટકા ભરાઇ ગયો છે પરિણામે આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે. દરમિયાન ઓઝત 2 ડેમ 76 ટકા ભરાઇ જતા જિલ્લા કલેકટર રચિત રાજ અને સ્ટાફે ડેમની મુલાકાત લીધી હતી.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ડેમમાં પાણીની આવક હજુ ચાલુ હોય આસપાસના ગામોને એલર્ટ કરાયા છે.જોકે, હજુ કોઇને સ્થળાંતર કરવાની આવશ્યકતા ઉભી થઇ નથી.જ્યારે વધુ પાણી આવવાની સંભાવનાને લઇ ઉભી થનારી કામગીરી માટે જરૂરી સ્ટાફને કાર્યરત કરાયો છે. ઓઝત 2 ડેમ જૂથ યોજના અંતર્ગત 300 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે પણ આ ડેમના પાણીનો ઉપયોગ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...