ફરિયાદ:રીસોર્ટના સ્વિમીંગ પુલમાં મહિલાની મશ્કરી કરી માલિક ઉપર હુમલો, ઇટોનાં ઘા કરવામાં આવ્યા,

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂનાગઢના આણંદપુર ગામે 4 શખ્સોએ તોફાન મચાવ્યું

જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે એક રિસોર્ટમાં ગઇકાલે બપોરના સમયે 4 શખ્સોએ સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓની મશ્કરી કરી હતી. અને માલિક પર ઇંટોના ઘા કર્યા હતા.આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે આવેલા એક રીસોર્ટમાં ગઇકાલ તા. 19 મે 2022 ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં જેન્તીભાઇ છગનભાઇ પોપલિયા (ઉ. 62) નામના નિવૃત્ત પોલીસ કર્મચારીના રિસોર્ટમાં બિલખાનો સંજર અલી ઉર્ફે સંજુ અને તેની સાથે આઠેક શખ્સો આવ્યા હતા. અને તેઓ સ્વીમીંગ પુલમાં ન્હાતા હતા.

એ દરમ્યાન એક બીજું ગૃપ પણ રિસોર્ટમાં આવ્યું હતું. જેમાં સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓની સંજર અલી ઉર્ફે સંજુ સહિતના લોકોએ મશ્કરી કરી હતી. આથી જેન્તીભાઇએ તેઓને ઠપકો આપતાં સંજર અલી અને બીજા 3 શખ્સોએ ગાળાગાળી કરી હતી. અને ત્યાં પડેલી ઇંટોના ઘા કર્યા હતા. આથી જેન્તીભાઇને ઇજા થઇ હતી. બનાવ અંગે જેન્તીભાઇએ ચારેય સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવ છે. બનાવની તપાસ એએસઆઇ ડી. બી. ભીંટ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...