મહાનગરપાલિકામાં ફરી બીયુ સર્ટિનું ભૂત ધૂણ્યું:બીયુ સર્ટિને લઇ મધુરમની મૌલિક સ્કૂલને ફરી સીલ મરાયું

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ મૌલિક સ્કૂલને બીયુ સર્ટિફિકેટના મુદ્દે ફરી સીલ મારી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા ફરી બીયુની કામગીરી શરૂ કરવામાં આવતા બીયુ સર્ટિ ન ધરાવતા બિલ્ડીંગોનો વપરાશ કરનારામાં દોડધામ મચી જવા પામી છે.

આ અંગે મળતી વિગત જેની પોતાની પાસે બીયુ સર્ટિ છે કે નહિ તે અણ ઉકેલ કોયડો ધરાવતી મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા બીયુ સર્ટિનો ધોકો પછાડ્યો હતો. કોર્ટે બીયુ સર્ટિ મુદ્દે કડક વલણ અપનાવતા મહાનગરપાલિકાને બીયુ સર્ટિ મુદ્દે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ કાર્યવાહીમાં કોર્ટના આદેશ મુજબ બીયુ સર્ટિ ન ધરાવતા બાંધકામોને સીલ મારી દેવાયા હતા. ત્યારે આ મામલે ભારે બબાલ પણ થઇ હતી બાદમાં આ કામગીર પર બ્રેક લાગી ગયો હતો. અનેક હોસ્પિટલો, સ્કૂલોને સીલ મારી દેવાયા હતા જેમાં મધુરમની મૌલિક સ્કૂલનો પણ સમાવેશ થયો હતો.

જોકે, ફરી આ સ્કૂલને બીયુ સર્ટિ મુદ્દે મનપાએ સીલ મારતા આ કામગીરી ચર્ચાની એરણે ચડી હતી. આ અંગે મનપાના જ એક અધિકારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, મૌલિક સ્કૂલને બીયુ સર્ટિ મામલે સીલ મારી દેવાયું હતું. જોકે, બાદમાં બોર્ડની પરીક્ષાને લઇ તેટલા સમય પુરતું જ સીલ ખોલાયું હતું. ત્યાર બાદ આ સ્કૂલ ચાલુ હોવાની ફરિયાદ મળતા ફરી જઇ મૌલિક સ્કૂલને સીલ મારી દેવાયું છે.

મહાનગરપાલિકાની આ કામગીરીના કારણે બીયુ સર્ટિનું ભૂત ફરી ધૂણવા માંડશે તેમ જણાતા બીયુ સર્ટિ વિનાના બાંધકામોનો ઉપયોગ કરનારામાં દોડધામ મચી જવા પામી છે. ત્યારે હવે કોણ કોણ નિશાન બને છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...