જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિ.ના નિવૃત પ્રોફેસર ડાયાલાલ વશરામભાઇ દેલવાડીયા, રાયજીબાગ જૂનાગઢ ખાતે રહે છે. તેઓ મધુરમ ગેઇટથી પોતાના ઘરે પ્રોપર્ટિના ઓરિજીનલ દસ્તાવેજોની થેલી લઇને આવતા હતા. દરમિયાન ઘરે પહોંચ્યા બાદ માલુમ પડ્યું કે, રસ્તામાં ક્યાંક ઓરિજીનલ દસ્તાવેજની થેલી પડી ગઇ છે.
બાદમાં આ બાબતની જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરમિયાન સીસીટીવી કેમેરા ચેક કરી માત્ર 1 કલાકમાં ઓરિજીનલ દસ્તાવેજની થેલી પરત કરી હતી. આ કામગીરી જૂનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડા,એસપી રવિતેજા વાશમ શેટ્ટીની સૂચના અને હેડ ક્વાર્ટર ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા દ્વારા કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.