જામકા ગામે અશોકભાઈ ગભરૂભાઈનાં બળદને શિંગડામાં વાગવાથી ફેકચર થયું હોય અને શિંગડુ મુળમાંથી ભાંગી ગયું હોય. જેથી સતત લોહી વહી રહ્યું હતું. અને તુરંત ઓપરેશનની જરૂરિયાત હોય જેથી તેમણે 1962 પર કોલ કરતા જ ફરજ પરના એબ્યુલન્સના પાયલોટ મહેશભાઈ સોલંકી, ડો. ભરતભાઈ ભુતિયા સ્થળ પર પહોંચ્યા હતા. અને ડોક્ટર દ્વારા બળદની તપાસ કરવામાં આવી હતી.
ભરતભાઈએ કહ્યું હતું કે, બળદને જાનનું જોખમ હોય. પશુ પાલકે સહમતી બતાવતા 2 કલાકની જહેમત બાદ સર્જરી કરી હતી. અને બળદને પીડામાંથી મુક્ત કરી જીવ બચાવી લીધો હતો. આ કામગીરીને 1962 એમવીડીના જિલ્લા પોજેક્ટ મેનેજર ડો.જતીન સંચાણીયા અને જિલ્લા અધિકારી મિલન જાનીએ બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.