આયોજન:રાજ્યપાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ઓનલાઇન કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 17મો વાર્ષિક પદવીદાન સમારોહ રદ
  • 498ને પદવીદાન, 60ને ગોલ્ડ મેડલ વગેરે વર્ચ્યુઅલ મોડથી અપાશે

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ 8 જાન્યુઆરી 2022ને શનિવારે સવારે 10:45 વાગ્યે યોજાવાનો હતો જેમાં રાજ્યપાલ, મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતી રહેવાની હતી. આ તમામની ઉપસ્થિતીમાં રાજ્યપાલના હસ્તે 498 છાત્રોને પદવી એનાયત કરવામાં આવનાર હતી.જોકે, કોરોનાના કારણે આ સમગ્ર કાર્યક્રમ રદ કરી માત્ર ઓનલાઇન- વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાશે. આ તકે સમારંભમાં અધ્યક્ષસ્થાનેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે.

જ્યારે મંત્રી રાઘવજી પટેલ, પ્રો.ડો. વિરેન્દ્રકુમાર તિવારી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. વર્ચ્યુઅલી-ઓનલાઇન યોજાનાર કાર્યક્રમમાં કુલ 498 છાત્રોને પદવી, 60 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ, કેશ પ્રાઇઝ અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ રાજ્યપાલના હસ્તે વર્ચ્યુઅલી મોડથી તેમજ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રો.નરેન્દ્રકુમાર ગોટીયા,ડો. કમલેશ પટેલ તેમજ યુનિવર્સિટીના તમામ અધિકારીઓ,પ્રાધ્યાપકો તેમજ અન્ય અધિકારી, કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...