ગિરનાર મહાતીર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરીજી અને પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં નવાણુંં તિર્થ યાત્રા યોજાઇ રહી છે. આ તકે પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે,સંસાર એટલે દુઃખોની ખાણ, સંકટ અને સમસ્યાઓની હારમાળા. સંયમી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાચા અર્થમાં પ્રાપ્ત થાય છે. ભૌતિકવાદ, ભોગવાદ, યંત્રવાદ અને પશ્ચિમના આંધળા અનુકરણથી આજે યુવાધન કંટાળ્યું હોય તેવું સ્પષ્ટ લાગે છે.
સ્વાર્થ, કાવાદાવા અને વિશ્વાસઘાતથી ભરચક સંસાર છે. જેને તમે તમારા માની રહ્યા છો એજ તમારી સાથે દગો કરી શકે છે. દુઃખ કરતા પણ સુખ ભૂંડું છે.અનેક લોકોના જીવનમાં બેફામપણે પાપો ચાલતા હોય છે. કેટલાક લોકોને પાપના રસ્તે કોઈ બમ્પર કે સ્પીડ બ્રેકર હોતા નથી.
પરંતુ યાદ રાખજો કે,પાપના પરચા મળ્યા વિના રહેતા નથી. વેશ પરિવર્તન એજ સંયમ નથી પણ સ્વભાવ પરિવર્તન એ સંયમ જીવન છે.કર્મોની સામે સંગ્રામ ખેલવા માટે રણવીર થઇને બહારવટું ખેલવાનું છે. સામ્પ્રત સમયમાં અત્યારે સુખી અને શ્રીમંત ઘરના દીકરા-દીકરીઓ ચારિત્રના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે.સંયમના માર્ગ વિહરવાનું કામ સિંહ જેવા સત્વશાળી વ્યક્તિ માટે જ સંભવી શકે છે.અહીં શિયાળ્યા જેવા સત્વહિનોનું કામ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.