તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:મંગળવારે સોરઠમાં કોરોનાથી સાજા થનારે સદી ફટકારી

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 100 દર્દી ડિસ્ચાર્જ, 64 કોરોના પોઝિટીવ, મોત એકય નહીં

સોરઠમાં કોરોના મહામારીની સ્પિડ પર બ્રેક લાગી રહી છે. હવે કોરોનાના કેસ કરતા ડિસ્ચાર્જ થનારની સંખ્યા વધી રહી છે. મંગળવારે સોરઠમાં કોરોનાથી સાજા થનારે સદી ફટકારી હતી. 100 દર્દીએ કોરોનાને માત આપી હોય તેને ડિસ્ચાર્જ કરાયા હતા જ્યારે 64 કોરોના પોઝિટીવ બન્યા હતા.

કોરોનાથી થતા મોત ઝીરો થઇ રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં મંગળવારે 41ને કોરોના પોઝિટીવ આવ્યો હતો જ્યારે 51 દર્દી સ્વસ્થ થતા તેને હોસ્પિટલેથી રજા અપાઇ હતી. જોકે, હજુ 104 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 116 ઘરના 1,044 લોકો કેદ છે. દરમિયાન રસીકરણની કામગીરી પણ વેગવંતી કરાઇ રહી છે. મંગળવારે જૂનાગઢ શહેરમાં 2,604 અને ગ્રામ્યમાં 4,405 મળી કુલ 7,009ને કોરોના રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...