આક્ષેપ:મજેવડી ગેઇટના જૂના ભાડુઆતની આત્મવિલોપનની ચીમકી

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત કરતા કમિશ્નરે જામીન ગોતી લેજો કહ્યાનો આક્ષેપ

શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઇતિહશિક ઇમારતોની મરમતનું કામ કરવામા આવ્યું રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર જૂનાગઢ શહેરને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. જૂનાગઢ શહેરની મોટા ભાગની એતિહશિક ઇમારતોનુ રીનોવેશનનુ કામ પુર્ણ થઈ ચૂક્યું છે. પણ જ્યારે જૂનાગઢ શહેર માત્ર નગરપાલિકા જ હતી ત્યારે એ સમયે આ ઇમારતો માં જૂના ભાડુવાત પણ હતા. આ ઇમારોતા રીનોવેશન વખતે જૂના ભાડૂતને વેકલ્પિક વ્યવસ્થા આપ્યા વગરજ જગ્યા ખાલી કરાવી હતી.

અને આ ભાડૂતો માટે આજ દિવસ સુધી કોઈપણ વેકલ્પિક વ્યવસ્થા અપાઇ નથી. જૂનાગઢના મજેવડી ગેઇટમાં જૂના ભાડુઆતો ઉમેશ નાથાલાલ વાડોલીયા, હાસમભાઇ જમાલભાઇ મુલતાની અને રમણીકભાઇ બચુભાઇ સોરઠીયાએ કમશનરને એવી રજૂઆત કરી છેકે, આ ઇમારતો તૈયાર થતાં જ શહેરમાં એક હવા ઉડી છે કે આ જગ્યા કોઈ મોટી કંપનીને હોટેલ બનાવવા મટે ભાડે આપવાની છે. ત્યારે આવી વાત સાંભળતા જ અમે કમિશનરને લેખિત રજુઆત કરવા ગયા હતા.

અને માંગણી સાથે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. ત્યારે કમિશ્નરે અમને સામે ધમકી આપી કે તો તમે જામીન ગોતી લેજો. જ્યારે આ નવી ઇમારતો માં શું બનશે એનું હજુ સુધી કંઈ નક્કી નથી. પણ જો કોર્પોરેશન ઈચ્છે તો આ જગ્યામાં સ્વતંત્ર સેનાની અને જૂનાગઢના ઇતિહાસનું મ્યુઝિયમ બનાવી શકે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે.

અન્ય સમાચારો પણ છે...