પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો:જૂનાગઢમાં પડી રહેલા ભારે વરસાદની અસર સક્કરબાગ ઝૂમાં આવતા મુલાકાતીઓ પર પડી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 1 થી 10 જૂલાઇ સુધીમાં વિદ્યાર્થીઓની એકપણ ટ્રીપ ન થતા વિદ્યાર્થીની સંખ્યા 0, સિનીયર સિટીઝનો પણ માત્ર 57 જ આવ્યા

જૂનાગઢ શહેરમાં પડી રહેલા ભારે વરસાદની અસર સક્કરબાગમાં આવતા મુલાકાતીઓ પર પણ પડી છે. છેલ્લા 10 દિવસમાં આવનાર પ્રવાસીની સંખ્યા ઘટી જવા પામી છે. જોકે, શનિ અને રવિવારે થોડી ભીડ રહે છે બાકીના દિવસોમાં પ્રવાસીની ઘટ રહે છે. એમાં પણ 1 થી 10 જૂલાઇ સુધીમાં તો વિદ્યાર્થીની એકપણ ટ્રીપ થઇ ન હોય આ 10 દિવસો દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં નાના મોટા વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો(0) રહી છે. જ્યારે આ દિવસોમાં મુલાકાત લેનારા સિનીયર સિટીઝનોની સંખ્યા પણ માત્ર 57 જ રહેવા પામી છે.

ભારે વરસાદના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
આ અંગે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યાં દરરોજના 2,500થી વધુ પ્રવાસીઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હતા તે વરસાદના દિવસોમાં ઘટીને એક સમયે 539 સુુધી પહોંચી ગયા હતા.

સિનીયર સિટીઝનોની સંખ્યામાં પણ ઘટાડો થયો
​​​​​​​
એમાં પણ વિદ્યાર્થીઓની ટ્રીપ બંધ થઇ ગઇ છે. પરિણામે 1 થી લઇને 10 જૂલાઇ સુધીમાં એકપણ નાના મોટા વિદ્યાર્થીઓની સક્કરબાગમાં એન્ટ્રી થઇ નથી. એજ રીતે સિનીયર સિટીઝનોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 1 થી 10 જૂલાઇ સુધીમાં માત્ર 57 સિનીયર સિટીઝનોએ સક્કરબાગની મુલાકાત લીધી છે. એમાં પણ ચારેક દિવસને બાદ કરતા તો એક-એક સિનીયર સિટીઝનો મુલાકાતે આવ્યા હતા.

વરસાદી સિઝનને લઇ પ્રાણીઓની વિશેષ કાળજી
હાલ વરસાદી સિઝન છે તેને લઇને સક્કરબાગની વેટરનરી તબીબોની ટીમ વન્યજીવોની વિશેષ કાળજી લઇ રહી છે જેથી કોઇ મુશ્કેલી ન સર્જાય. આ ઉપરાંત પાંજરા વગેરેની પણ નિયમિત તેમજ દર બુધવારે સક્કરબાગ રજાના કારણે બંધ હોય ત્યારે પણ સાફ સફાઇની વિશેષ કાળજી લેવાય છે જેથી મચ્છર જેવા જીવજંતુ ન થાય. - નિરવ મકવાણા, આરએફઓ.

ક્યારે કેટલા પ્રવાસીઓ આવ્યા ?
1 જૂલાઇ શુક્રવારે 2,390, 2 જૂલાઇ શનિવારે 1,592, 3 જૂલાઇ રવિવારે 3,467, 4 જૂલાઇ સોમવારે 1,093 જ્યારે 5 જૂલાઇ મંગળવારે 1,067 અને 6 જૂલાઇ બુધવારે રજા, 7 જૂલાઇ ગુરૂવારે 641 અને 8 જૂલાઇ શુક્રવારે 539 જ્યારે 9 જૂલાઇ શનિવારે 1,348 અને 10 જૂલાઇ રવિવારે 4,298 મુલાકાતીઓ આવ્યા હતા.

હજુ પણ ભારે વરસાદ હોય પ્રવાસી ઘટી શકે છે
દરમિયાન હજુપણ ભારે વરસાદ પડી રહ્યો છે અને વધુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પરિણામે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે.

નાના મોટા વિદ્યાર્થીઓ ન આવ્યા, સિનીયર સિટીઝનો પણ ઓછા
1 થી 10 જૂલાઇમાં એકપણ નાના મોટા વિદ્યાર્થીએ સક્કરબાગની મુલાકાત લીધી નથી. જ્યારે સિનીયર સિટીઝનોમાં પણ 1 જૂલાઇએ 8, જ્યારે 2 જૂલાઇએ ઝીરો(0), 3 જૂલાઇએ 20 તેમજ 4 જૂલાઇએ 5 અને 5 જૂલાઇએ 1 સિનીયર સિટીઝન આવ્યા હતા. 6 જૂલાઇએ રજા હતી. બાદમાં 7 અને 8 જૂલાઇએ 1-1, જ્યારે 9 જૂલાઇએ 5 અને 10 જૂલાઇએ 16 સિનીયર સિટીઝનો આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...