તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:છેલ્લા 3 વર્ષમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર 1,481 વિદ્યાર્થીઓ ઘટ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અનેક કારણોસર સરકારી શાળામાં પ્રવેશ ઘટી રહ્યો છે
  • જોકે, ચાલુ વર્ષે પ્રવેશ મેળવનારની સંખ્યા વધશે : ડીઇઓ

જૂનાગઢ જિલ્લામાં આવેલ સરકારી શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવનાર છાત્રોની સંખ્યામાં છેલ્લા 3 વર્ષથી સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે, ડીઇઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે આ સંખ્યામાં ઘટાડો નહિ બલ્કે વધારો થશે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં આવેલ સરકારી શાળામાં ધોરણ 1માં છેલ્લા 5 વર્ષમાં કેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો તેની વિગત મંગાવતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં કુલ 1,481 છાત્રોની સંખ્યા ઘટી છે.

સરકારી શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવનાર છાત્રોની સંખ્યા વર્ષ 2016- 17માં 10,086, વર્ષ 2017-18માં 9,706, વર્ષ 2018-19 માં 9,097, વર્ષ 2019-20માં 8,605 થઇ છે. આમ, 3 વર્ષથી સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર ધોરણ 1ના છાત્રોની સંખ્યા સતત ઘટી રહી છે. 3 વર્ષમાં કુલ 1,481 છાત્રો ઘટ્યા છે. જોકે, વર્ષ 2020-21 માં 104 છાત્રો વધતા આ સંખ્યા ગત વર્ષની 8,605માંથી વધીને 8,709એ પહોંચી છે. દરમિયાન આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સંખ્યા ઘટવા પાછળના અનેક કારણો છે.

સરકાર દ્વારા આરટીઇ હેઠળ 25 ટકા છાત્રોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા આવે છે જેથી સરકારી શાળામાં સંખ્યા ઘટે છે. વળી, શહેર અને ગામડામાં ખાનગી શાળાની સંખ્યા સતત વધી રહી હોય નજીકની સ્કૂલના હિસાબે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ અપાવે છે. ખાનગી શાળા વાહનોની સુવિધા આપે છે જેથી પણ ખાનગી શાળામાં પ્રવેશ લેનારની સંખ્યા વધે છે. જોકે, હવે આ ટ્રેન્ડ બદલાઇ જશે. હવે છાત્રો ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. વર્ષ 2021-22માં ખાનગી કરતા સરકારી શાળામાં પ્રવેશ મેળવનારની સંખ્યામાં ચોક્કસ વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...