કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભ સાથે ગઇકાલે જૂનાગઢ જીલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંઘાયા બાદ આજે કોરોના સંક્રમણ રોકેટગતિએ વધતા જૂનાગઢ જીલ્લામાં ગઇકાલ કરતા આજે ડબલ 50 જેટલા કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. કેસો વધવાની સ્થિતિ વચ્ચે જૂનાગઢ જીલ્લામાં સારવાર લઇ રહેલ 20 જેટલા દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે.
આજે નોંધાયેલા કેસોમાં જીલ્લામાં જૂનાગઢ શહેરમાં 39, જૂનાગઢ ગ્રામ્યમાં 3, કેશોદમાં 6, માણાવદરમાં 2 કેસો નોંઘાયા છે. ગઈકાલે ઘટાડા બાદ આજે જૂનાગઢ જીલ્લામાં કોરોના કેસોમાં નોઘપાત્ર વધારો થતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જીલ્લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો જૂનાગઢ જીલ્લામાં 6220 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જયારે જીલ્લામાં કન્ટેટમેન્ટ ઝોનમાં 106 ઘરોમાં 1104 લોકો છે. જીલ્લામાં ઘનવંતરી રથોમાં તૈનાત 46 મેડીકલ ટીમોએ 5295 લોકોને ઓપીડી મુજબ તપાસ કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.