તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Newly Constructed Building Of Kajali Gram Panchayat Of Somnath Is The Best Example Of Public Participation. If A Farmer Donates Land, The Sarpanch Spends Rs 10 Lakh

પ્રેરણાદાયી:સોમનાથના કાજલી ગ્રામ પંચાયતનું નવનિર્મિત ભવન લોકભાગીદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ, ખેડૂતે જમીન દાન કરી તો સરપંચે 10 લાખ પોતાના ખર્ચયા

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાજલી ગ્રામ પંચાયતનું નવુ અાઘુનિક ભવન - Divya Bhaskar
કાજલી ગ્રામ પંચાયતનું નવુ અાઘુનિક ભવન
  • કાજલી ગામના અધતન ભવન સાથે પ્રવેશદ્રાર અને એપ્રોચ રોડનું લોકાર્પણ કરાયુ

સોમનાથથી ત્રણ ક્મી દુર આવેલા કાજલીમાં ગામના અદ્યતન પંચાયત ઘરના નિર્માણમાં લોકભાગીદારીનો ઉત્તમ દાખલો જોવા મળ્યો છે. જેમાં પંચાયતનું ઘર બનાવવા ધરતીપુત્રે જમીન દાનમાં આપી તો સરપંચે પણ અદ્યતન બિલ્ડીંગ બનાવવા પોતાના ખિસ્સામાંથી 10 લાખ ઉમેરી પ્રેરણાદાયી કામગીગી કરી હતી.

સાંપ્રત સમયમાં જમીનના દાનના કિસ્સા બહુ જૂજ જોવા મળે છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કાજલી ગામે એક ખેડૂત પરિવારે ગામના સર્વાંગી વિકાસ માટે પોતાની ખેતીની જમીનમાંથી ગ્રામ પંચાયત ભવન બનાવવા માટે કિંમતી જમીનનું ભૂમિદાન કર્યુ છે. કાજલીના ખેડૂત રામસિંગભાઇ ઝાલા પરીવારે પંચાયત ઘર માટે પોતાની અમૂલ્ય ખેતીની જમીન ગામ માટે દાન આપ્યા અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, ગામમાં અદ્યતન ગ્રામ પંચાયતના નિર્માણ માટે પૂરતી જમીનનો અભાવ હોવાથી છેલ્લા દસ વર્ષથી સરપંચ સહિતના ગ્રામજનો મહેનત કરતા હતા જેથી અમોએ ગામનું ઋણ ચૂકવવાના ભાવ સાથે જમીનનું દાન કર્યું છે.

કાજલી ગ્રામ પંચાયતના નવા ભવનનું લોકાપર્ણ કરી રહેલ કલેકટર અને અાગેવાનો
કાજલી ગ્રામ પંચાયતના નવા ભવનનું લોકાપર્ણ કરી રહેલ કલેકટર અને અાગેવાનો

જ્યારે કાજલીના યુવા સરપંચ મેરગ બારડે જણાવ્યું હતું કે, મહત્વની વાત છે કે, જમીનનું દાન આપનાર રામસિંગભાઇ ઝાલા ન તો ક્યાંય રાજકીય રીતે હોદેદાર છે કે ન તો ક્યારેય કોઇ ચૂંટણી લડ્યા છે. આથી રાજકીય કે અન્ય કોઇ રીતનો લાભ લેવાની ગણત્રી વિના નિઃસ્વાર્થભાવે તેમણે જમીન આપી છે. તો સરકાર તરફથી રૂ.12 લાખની ગ્રાંટ પંચાયતના ભવન નિર્માણ માટે મળી હતી. જે અપૂરતી હોવાથી તેમાં રૂ.10 લાખ મારા ખીસ્સાટમાંથી વાપરી ગ્રામ પંચાયતનું અદ્યતન અને સંપૂર્ણ સુવિધાવાળુ ભવન બનાવ્યું છે. આજે ગીર સોમનાથ જિલ્લાની નમૂનેદાર ગ્રામ પંચાયત ભવન એટલે કે કાજલી ગ્રામ સચિવાલય ખરા અર્થમાં લોકભાગીદારીની પ્રયોગશાળા બન્યું છે.

આ ગ્રામ સચિવાલય (ભવન) એસીથી સજ્જ છે. અધતન ફર્નીચર, વૃક્ષારોપણની હરિયાળીથી તેને સુશોભીત કરાયું છે. આ સાથે વિકાસની હરણ ફાળ ભરતા કાજલી ગામમાં ત્રણ કોમ્યુનિટી હોલ, કલાત્મક પ્રવેશ દ્વાર, ઘરે ઘરે નળ કનેશકન, વીજળી, રોડ રસ્તા સહિતની તમામ સુવિધાઓથી સજ્જ બનાવેલું છે. આ તકે કાજલી ગામને જોડતા મુખ્ય માર્ગનો એપ્રોચ રોડ, સ્વ.નાથાભાઇ વરજાંગભાઇ પરમાર પ્રવેશદ્વાર તેમજ અદ્યતન સુવિધાથી સજ્જ ગ્રામ સચિવાલયનું જીલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, સાંસદ રાજેશ ચુડાસમા, ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લાર ભાજપ પ્રમુખ માનસીંગ પરમાર, જી.પં.ના પ્રમુખ રામીબેન વાજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે.

કાજલી ગામનો કલાત્‍મક પ્રવેશદ્રાર
કાજલી ગામનો કલાત્‍મક પ્રવેશદ્રાર

આ તકે કાજલીના વતની જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે જણાવ્યું હતું કે, હવે 66 કેવી સબ સ્ટેશનથી ગામના કબ્રસ્તાન, સમાધિ સ્થળ બનાવવાનું કાર્ય ગતિમાં છે. ગામમાં વૃક્ષારોપણ, ટ્રી ગાર્ડમાં ગામનો સંપ તેમજ ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટનો સહયોગ રહ્યો છે. આ તકે ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના શ્રઘ્ઘાો મહેતાએ કાજલી ગામના 50 ઘરોમાં કંપની તરફથી વોટર હાર્વેસ્ટ અને વૃક્ષારોપણ માટે મદદ કરવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...