જૂનાગઢના નવનિયુક્ત ધારાસભ્ય કોર્પોરેટર તરીકે ચાલુ રહેશે. રાજીનામું લઇ પેટા ચૂંટણી કરવી કે નહિ તે નિર્ણય પાર્ટિ કરશે તેમ જાણવા મળી રહ્યું છે. જૂનાગઢના રાજકારણમાં અનેક રાજકીય લોકોએ ઉતાર ચડાવ જોયા છે. સ્વ. મો.લા. પટેલ અગાઉ સાંસદસભ્ય હતા, સિંચાઇ વિભાગના રાજ્યમંત્રી હતા અને બાદમાં કોર્પોરેટર પણ બન્યા હતા.
એજ રીતે સ્વ. ભાવનાબેન ચિખલીયા કેન્દ્રિયમંત્રી તરીકેની ફરજ બજાવી હતી અને બાદમાં કોર્પોરેટર પણ બન્યા હતા. એજ રીતે મહેન્દ્રભાઇ મશરૂ ધારાસભ્ય અને મેયર બન્ને હતા.ધારાસભ્ય બાદ તેઓ કોર્પોરેટર પણ બન્યા છે અને હાલ કોર્પોરેટર તરીકે ચાલુ છે. જ્યારે સંજયભાઇ કોરડિયા કોર્પોરેટરમાંથી ધારાસભ્ય બન્યા છે.
ત્યારે હવે કોર્પોરેટર પદેથી રાજીનામું આપશે કે શું થશે? આ મામલે પૂછતા ધારાસભ્ય સંજયભાઇ કોરડિયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટર પદેથી રાજીનામું લેવું કે નહિ, રાજીનામું લઇ પેટા ચૂંટણી કરવી કે નહિ તેનો નિર્ણય ભારતિય જનતા પાર્ટિ કરતી હોય છે. ત્યારે પાર્ટિ જે નિર્ણય કરશે તે મુજબ થશે. જોકે, પાર્ટિએ હજુ સુધી આ મામલે કોઇ નિર્ણય કર્યો નથી. પરિણામે સંજયભાઇ કોરડિયા કોર્પોરેટર તરીકે ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.