કાર્યવાહી:ભાડાના મકાનમાં કુટણખાનું ચલાવનાર 2ની અટક કરાઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી-ડિવીઝન પોલીસે વોંચ ગોઠવી રેઈડ કરી’તી, તપાસ શરૂ

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ એક કોમ્પલેક્ષના બીજા માળે કુટ્ટણખાનુ ચાલતુ હોય બી-ડિવીઝન પોલીસને બાતમી મળતા જ વોચ ગોઠવી રેઈડ કરી હતી. અને એક મહિલા સહિત બેને ઝડપી લઈ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢમાં રહેતા રૂપાબેન રામપ્રસાદ રોયે ભાડે રાખેલ મકાનમાં કુટ્ટણખાનુ ચાલતુ હોય અને બહારથી દેહ વ્યાપાર કરતી મહિલાઓને રાખી બહારથી ગ્રાહકો બોલાવવામાં આવતા હતા. તેમજ રોહિત જયસુખ કવા પણ બહારથી ગ્રાહકો લાવી કુટ્ટણખાનુ ચલાવવામાં મદદરૂપ થતો હોય પોલીસને બાતમી મળતા જ ટીમ બનાવી બાતમીના સ્થળ પર વોંચ ગોઠવી હતી. અને રેઈડ કરી હતી.રેઈડ દરમિયાન રૂપાબેન અને રોહિતને ઝડપી લીધા હતા. ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...