તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:વિકાસ કામોની તકતીમાંથી વિપક્ષી નેતાનું નામ ગાયબ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાત મુહૂર્તનું આમંત્રણ ન અપાતા વિરોધ પક્ષ રોષે ભરાયો

જૂનાગઢ મનપામાં વિકાસ કામોની તકતીમાંથી વિપક્ષી નેતાનું નામ ગાયબ કરી દેવામાં આવતા ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે વોર્ડ નંબર 8ના કોર્પોરેટરો જેબુનીશાબેન કાદરી, સેનીલાબેન થઇમ અને વિજયભાઇ વોરાએ મનપાના કમિશ્નર અને મેયરને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, અગાઉ કોઇપણ કામો થતા તેમાં વિપક્ષી નેતાનો નામનો તકતીમાં ઉલ્લેખ કરાતો હતો. જ્યારે 6 ઓગસ્ટના 24.13 કરોડના ખર્ચે થનાર કામોનું ઇ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે વિકાસ કામની તકતીમાં વિપક્ષી નેતાનું નામ લખવામાં નથી આવ્યું. ભાજપના હોદ્દેદારોને આમંત્રણ અપાયું પરંતુ વિપક્ષી નેતાને કાર્યક્રમનું આમંત્રણ પણ આપવામાં નથી આવ્યું જેને લઇને રોષ વ્યાપ્યો છે. ત્યારે જૂનાગઢના વિકાસ કામોમાં સાથીપક્ષ તરીકે ભૂમિકા ભજવનાર પક્ષને પણ ધ્યાને લેવા અને ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન કરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...