બીયુ સર્ટિ મેળવવાની તાકીદ:લોકોને બીયુ સર્ટિ મેળવવાની તાકીદ કરનાર મહાનગર પાલિકા પાસે બીયુ સર્ટી છે ખરૂં?!!

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 ફેબ્રુઆરી સુધીમાં બાંધકામનું બીયુ સર્ટિ ન હોય તો કાયદેસરની કાર્યવાહી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિયમ વિરૂદ્ધનું બાંધકામ કરનારને બીયુ સર્ટિ મેળવી લેતા તાકીદ કરાઇ છે. જો 16 ફેબ્રુઆરી સુધીમાં બીયુ સર્ટિ નહિ મેળવાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે. મનપાના કમિશ્નરે જણાવ્યું છે કે, લોરાઇઝ બિલ્ડીંગ, હાઇરાઇઝ બિલ્ડીંગ, વાણિજ્ય હેતુના બિલ્ડીંગો, હોટેલ, રેસ્ટોરન્ટ, વૈદ્યકિય વ્યવસાય કરતા બિલ્ડીંગો તેમજ ખાનગી રહેણાંક વપરાશકારો- કબ્જેદારોએ તેમના વપરાશ હેઠળના બાંધકામમાં બીયુ (બાંધકામ વપરાશ પરવાનગી) મેળવવામાં આવેલ ન હોય.

અને સ્થળ મંજૂર પરવાનગી કરતા ફેરફાર કે વધારાનું બાંધકામ હેતુફેર કરેલ હોય તો બિલ્ડીંગના વપરાશકારોએ સંયુક્ત રીતે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમીત કરવાના વટહુકમ 2022 અંતર્ગત વધારાનું બાંધકામ 16 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરી બિલ્ડીંગ રેગ્યુલાઇઝ કરાવવાનું રહેશે. સદર વટહુકમ મુજબ બાંધકામ પરવાનગી એજ બીયુ સર્ટિ ગણાશે.

જો નિયત સમય મર્યાદામાં બીયુ સર્ટિ મેળવવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. ત્યારે સવાલએ ઉઠે છે કે, બીયુ સર્ટિ મેળવવાની તાકીદ કરનાર મનપા પાસે બીયુ સર્ટિ છે ખરૂં?!! ખાસ તો નવા ઇમ્પેક્ટ ફિ એક્ટ મુજબ પણ મનપાને બીયુ સર્ટિ મળી શકે તેમ ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

કોર્પોરેશન ઉપર કાર્યવાહી કોણ કરશે?
ગાંંડી સાસરે જાય અને ડાહીને શિખામણ આપે તેવી મનપાની સ્થિતી છે.ખુદ મનપાના બિલ્ડીંગનું જ બાંધકામ પ્લાન- નકશા વિરૂદ્ધનું છે! ત્યારે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કોણ કરશે? ઇમ્પેક કાયદામાં કોમર્શિયલ બાંધકામ રેગ્યુલાઇઝ કરવા જે સમજ આપેલ છે.

તે મુજબ મનપાનું બિલ્ડીંગ રેગ્યુલાઇઝ થઇ શકે તેમ નથી. કારણ કે, નિયમ મુજબ કોમર્શિયલ પાર્કિંગમાં માનીલો કે 100 મિટર કે ફૂટમાંથી 50 ટકામાં બાંધકામ થયું હોય તો ગેરકાયદેસર બાંધકામથી 500 મિટરના વિસ્તારમાં માલિકીની અન્ય જગ્યામાં પાર્કિંગ બતાવવું જરૂરી છે. જ્યારે કોર્પોરેશન પાસે તો જગ્યા જ નથી પોતાની માલિકીની!! ત્યારે મનપાના બિલ્ડીંગને ક્યાં આધારે બીયુ સર્ટિ મળશે? બીયુ સર્ટિ ન મળે તો ફાયર એનઓસી કઇ રીતે મળશે? - તુષારભાઇ સોજીત્રા.

અન્ય સમાચારો પણ છે...