માણાવદર પંથકના એક ગામમાંથી પરિણીતાના સાસુએ 181ની ટીમને ફોન કર્યો હતો. અને કહ્યું હતું કે, અમારી પુત્રવધુ આપઘાત કરી જીવન ટૂંકાવવા માટે એમના રૂમનો દરવાજો બંધ કરી દીધો છે. જેથી કેશોદ 181ની ટીમના કાઉન્સીલર ડાયબેન માવદીયા અને પાયલોટ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. અને મહિલાને સમજાવી પાસે બોલાવી પૂછપરછ કરી હતી. મહિલાએ કહ્યું હતું. કે, લગ્ન 4 મહિના પહેલા થયા હતા. અને ઘરની જવાબદારી સમજવાની શરૂઆત કરી હતી.
પરંતુ એ પહેલા સાસુ, પતિ નાની-નાની ભુલો કાઢી રોજ શારિરીક- માનસિક ત્રાસ આપતા હતા. જેથી આ નિર્ણય લીધો હતો. બાદમાં 181ની ટીમે પતિ અને સાસુને કાયદાકીય સમજ આપી હતી. અને બંને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
કાઉન્સેલરનું જૂનાગઢમાં સન્માન કરાયું
જૂનાગઢમાં જી.વી.કે.ઈ.એમ.આઈ.આર. દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને 181ના કાઉન્સીલરોની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેશોદના ડાયબેન માવદીયાનું જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે પુરસ્કાર આપી સન્માન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.