વાતાવરણ:ઓકટોબરના બીજા અઠવાડિયાથી ચોમાસું વિદાય લે તેવી સંભાવના

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન બાદ હવે ગુજરાત રાજ્યનો વારો
  • હાલ પણ વરસાદની નહિવત શક્યતા હોય મગફળી ઉપાડી લેવી

છેલ્લા કેટલાય સમથી જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યને ઘમરોળતા મેઘરાજા હવે ખમૈયા કરે તેવા અણસાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં ઓકટોબરના બીજા અઠવાડીયાથી ચોમાસાની નિશ્ચિત વિદાયની સંભાવના વ્યકત થઇ રહી છે. આ ઉપરાંત હાલ પણ વરસાદની નહિવત શક્યતા હોય ખેડૂતો ખેતરમાંથી મગફળી ઉપાડી શકે છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હાલ રાજસ્થાનમાં 28 સપ્ટેમ્બરથી ચોમાસાના વિદાયની કન્ડીશન બંધાઇ જશે. ત્યાર બાદ ગુજરાતમાં પણ કન્ડીશન બંધાતા ચોમાસાની વિદાય નિશ્ચિત ગણાઇ રહી છે. ખાસ કરીને ઓકટોબરના બીજા સપ્તાહથી તો ચોમાસું વિદાય લઇ લેશે. ત્યાં સુધીમાં પણ વરસાદની નહિવત શક્યતા છે. કદાચ ક્યાંક છૂટા છવાયા વિસ્તારમાં પડે તો પણ માત્ર હળવા ઝાપટા પડી શકે છે જેનાથી ખેતીને કે પાકને નુકસાન થવાની સંભાવના નથી. ત્યારે હવે ખેડૂતો ખેતરમાં રહેલી મગફળી ઉપાડવાની કામગીરી કરી શકે છે. જૂનાગઢ િજલ્લામાં સીઝનનો 176 ટકા વરસાદ થઇ ગયો છે. િજલ્લાના ત્રણ તાલુકામાં તો 200 ટકા વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...