રજૂઆત:17 ગામોના પ્રશ્ન સાંભળવા ધારાસભ્ય ઉપસ્થિત રહેશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 ડિસેમ્બરે 182 અરજદારોની રજૂઆત સાંભળી

જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડિયા પોતાના મત વિસ્તારના 17 ગામોના પ્રશ્નોને રૂબરૂ સાંભળશે. આ અંગે ધારાસભ્ય સંજયભાઇ કોરડિયાના પીએ મુકુંદભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે, 30 ડિસેમ્બર- શુક્રવારે સંજયભાઇ કોરડિયાએ 182 અરજદારોને સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ આવે તે અંગેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

દરમિયાન હવે દર શુક્રવારે સવારના 10થી બપોરના 1 વાગ્યા સુધી ધારાસભ્ય સંજયભાઇ કોરડિયા ધારાસભ્ય કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે અને લોકોના પ્રશ્નોને સાંભળશે. ખાસ કરીને પોતાના મત વિસ્તારના 17 ગામોના લોકો જે પણ સમસ્યા હોય તે રૂબરૂ દર શુક્રવારે રજૂ કરી શકશે. ત્યાર બાદ વધુમાં વધુ ફરિયાદોનો કે પ્રશ્નોનો નિકાલ થાય તે માટે કાર્યરત રહેશે. ત્યારે 17 ગામોના લોકોને પોતાના ગામના કોઇ પ્રશ્નો હોય તો રજૂઆત કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...