કામગીરી:વંથલી ગામમાંથી ગુમ થયેલ વિદ્યાર્થી જૂનાગઢ રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વંથલીમાં એક બાળક ગુમ થયો હોય પોલીસે ગણતરીના કલાકો માં જ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.આ અંગેની મળતી વિગત મુજબ,વંથલીમાં રહેતાં પ્રકાશભાઈ વાણવીનો પુત્ર દર્પણ સ્કૂલે જવાનું કહી ગુમ થયો હોય પરિવારજનો ચિંતિત બન્યાં હતા.અને વંથલી પોલીસમાં જાણ કરતાં પીએસઆઈ ડી.જી બડવા,એન.આર વાઢેર,ડી.વી ભારાઈ, મહેશભાઈ મેવાડા,ઈકરાબ ખાન સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.અને સીસીટીવીના આધારે તપાસ કરતા દર્પણ જુનાગઢ રેલવે સ્ટેશને હોવાનું જાણવા મળતા સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને બાળકને પરિવારજનોને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...